કોઈને પણ સલાહ આપતા પહેલા 100 વાર કરજો વિચાર નહિ તો…
બે ભાઈઓ વચ્ચેનો સંબંધ એતો ઘણો જ પારિવારિક અને મિત્રતા ભરાયો સબંધ હોય છે. બંને ભાઈઓ પોતપોતાના હિસાબથી એકબીજાને સલાહ પણ આપતા હોય છે. પરંતુ ઘણી વખત લોકો સંબંધોને લાંછન લગાડે અને સંબંધોમાં અવિશ્વાસ ઉભો થાય તેવું કૃત્ય કરતા હોય છે. આવું જ કોક છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ધનીવાડા નામના ગામેથી સામે આવ્યુ છે. જ્યાં ભાઈએ આપેલી સલાહનું ખોટું લાગતા સગા ભાઈએ પોતાના જ ભાઈની હત્યા કરી નાંખી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધનીવાડા નામના ગામે વસવાટ કરતા હરિયા અને નામના બે ભાઈઓ તેમના વડવાઓની જમીનમાં ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા. બંને ભાઈઓ વચ્ચે અનેક વખત ઝઘડા થતા હોવાના કારણે આખરે બંને ભાઈઓની સમજૂતીથી જમીનના ભાગ પાડવામાં આવ્યા હતા. હરિયા રાઠવાને 5 સંતાનો છે જેમાં ત્રણ દીકરી અને બે દીકરા છે. જ્યારે કિશન રાઠવાને સંતાનમાં એક દીકરી છે. કિશને પોતાની પુત્રી માટે ડુંગર ગામના યુવકને યોગ્ય ગણીને તેને ઘરજમાઈ તરીકે રાખવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હરિયા રાઠવાને ડુંગર નામનો યુવક અયોગ્ય લાગતા તેણે કહ્યું કે આ યુવક બરાબર નથી બીજું કોઈ સારું માંગુ આવશે તો આપણે તારી દીકરીના લગ્ન કરીશું. કિશનને દીકરો ના હોવાથી ભાઈ હરિયાએ કહ્યું કે ‘તું સહેજ પણ ચિંતા ના કરીશ અમે તને પાલી લઈશું. પરંતુ આ સલાહથી કિશનને ખૂબ જ ખોટું લાગી ગયું હતું. અને તેણે નક્કી કર્યું કે ‘મારે દીકરો નથી એટલે હરિયો મને સલાહ આપે છે એટલે હવે હું તેના ખાનદાનને પતાવી દઈશ. કિશને તેના ભાઈ હરિયાના દીકરા એટલે કે તેના ભત્રીજા રાકેશને ત્રણ મહિના પહેલા ઝેર આપીને રાકેશની હત્યા કરી નાખવાની કોશિશ કરી હતી, પણ સદનસીબે રાકેશ બચી ગયો હતો.
નોંધનીય છે કે, રાકેશ તેની પત્નીના કાકાને ત્યાં 27 મેના રોજ લગ્ન પ્રસંગમાં ગયો હતો. જેથી હરિયા અને તેની પત્ની બે લોકો જ ઘરે હતા. ત્યારે કિશન રાત્રીના આશરે 9 વાગ્યે હરિયાના ઘરે પહોંચ્યો હતો. હરિયો અને તેની પત્ની અલગ અલગ ખાટલામાં ગાઢ નિંદ્રામાં હતા. અને યમદૂત બનીને આવેલા હરિયાના ભાઈ કિશને હરિયાના માથાના ભાગમાં કુહાડીના ઘા મારતા જ હરિયાએ બમ પડી હતી. હરિયાનો અવાજ સાંભળતા જ તેની પત્ની કરપીબેન ઊંઘમાંથી જાગી ગઈ હતી અને જોર જોરથી બૂમાબૂમ કરવા લાગી હતી. પરંતુ ત્યાં સુધી તો કિશન ભાઈણી હત્યા કરીને ત્યાંથી ભાગી ગયો હતો. કૂહાડીના ઘા માથાના ભાગમાં વાગતા હરિયાનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું.