હવે તો ભારે કરી: રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રસાદીના નામે 450 રૂપિયામાં ખુરશીનું વેચાણ
ગુજરાતમાં હાલમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ની ચારેકોર ચર્ચાઓ ચાલી રહી છે.બાબા છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત મુલાકાતે છે અને સુરત, અમદાવાદ બાદ બાગેશ્વર બાબા હવે પોતાના દરબાર માટે રાજકોટ પહોંચી ગયા છે.અમદાવાદ અને સુરતમાં પણ તેમના vip દરબારને કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા પણ રાજકોટમાં તો હવે નવો જ ખેલ સામે આવ્યો છે.
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સ્થળે 350 અને 450 રૂપિયાની પ્રસાદી ના બેનરો લાગ્યા છે. બાબા ખુદ પોતાના પર ભગવાન નિ કૃપા બતાવે છે. ક્યારેક પોતાને હનુમાન તો ક્યારેક ભગવાન રામ સાથે સરખાવે છે પણ હવે તેમના દિવ્ય દરબારમાં પ્રસાદના નામે ધંધો થઈ રહ્યો છે તે જગજાહેર થયું છે. રાજકોટમાં તેમના દરબારમાં 450 રૂપિયા અને 350 રૂપિયા એમ બે ફિક્સ ભાવની પ્રસાદી મળી રહી છે, આ પ્રસાદીમાં તમને એક ખુરશી મળશે..