GujaratSouth GujaratSurat

અજાણ્યા વાહનની અડફેટે આવ્યો ભરૂચનો પરિવાર, બાળકની ખોપરીના બે ભાગ થતા કરૂણ મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સુરતથી સામે આવ્યો છે.

સુરત જિલ્લામાં પસાર થનાર નેશનલ હાઇવે પરથી અકસ્માતની ઘટના સામે આવી છે. મૈયતમાં હાજરી આપી પરત આવી રહેલા પરિવારનો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા પાસે પસાર થનાર નેશનલ હાઇવે પર ભયંકર અકસ્માત થયો હતો. બાઈક પર આવી રહેલ પરિવાર અજાણ્યા વાહનની ટક્કરના લીધે રોડ પડી ગયો હતો. તેના લીધે સાત મહીનાના બાળકને માથાના ભાગમાં ગંભીર ઈજા થતા ખોપરીના બે ભાગ થઈ જતા ઘટના સ્થળ પર જ બાળકનો જીવ ચાલ્યો ગયો હતો. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતા જ કોસંબા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસ દ્વારા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરત શહેર વિસ્તારમાં રહેનાર જાકીરભાઇ તે તેમની પત્ની સબનમબેન અને 7 મહિનાના પુત્ર મહંમદ ઉમર ઝાકીર મોલાના સાથે બાઈક પર ભરૂચમાં રહેતા તેમના સંબંધીના ઘરે મૈયતમાં ગયેલા હતા. મૈયતમાંથી પરત આવતા સમયે માંગરોળ તાલુકાના પીપોદરા ગામ પાસે પસાર થનારા નેશનલ હાઈવે પર બ્રિજ ઊતરતા જ તેમનો અકસ્માત થયો હતો. ફૂલ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહનચાલક દ્વારા બાઈકને ટક્કર મારવામાં આવતા બાઈક પર સવાર પરિવાર રોડ પર પટકાયો હતો. તેના લીધે દંપતીને સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે સાત મહિનાના બાળક મહંમદ ઉમર ઝાકીર મોલાનાને માથાના ભાગમાં ઈજા થતા તેના ખોપરીના બે ભાગ થઈ જતા તેનું ઘટનાસ્થળ પર જ કરૂણ મોત થયું હતું.

તેમ છતાં અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળ પરથી નાસી ગયો હતો. ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને તેમજ કોસંબા પોલીસને કરવામાં આવતા કોસંબા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર આવી ગયો હતો. તેમના દ્વારા ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે બાળકના મૃતદેહ જોઈને હાજર લોકોના હોશ ઉડી ગયા હતા. આ મામલામાં કોસંબા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.