સી આર પાટીલે રામમંદિરને લઈને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
લોકસભાની ચુંટણીમાં આવામાં ભલે વાર હોય પરંતુ ગુજરાતના તેને લઈને રાજનીતિ શરુ થઈ ગઈ છે. દરેક પાર્ટી દ્વારામાં દિવસેને દિવસે ઉગ્ર નિવેદન આપવામાં આવી રહ્યા છે. જ્યારે આજે જનમંચ દ્વારા લોકોની ફરિયાદો સાંભળવામાં લાગેલી કોંગ્રેસ પાર્ટી પર સી આર પાટીલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. કચ્છમાં પાર્ટી કાર્યાલય કમલમનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચેલા સી આર પાટીલ દ્વારા રામ મંદિરનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર નિશાન સાધવામાં આવ્યું છે. સી આર પાટીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીના નેતા ભાજપને કહેતા હતા કે, મંદિર ત્યાં બનાવીશું પરંતુ તારીખ જણાવી નહોતી. સી આર પાટીલ દ્વારા કહેવામાં આવ્યું કે, હું કોંગ્રેસના નેતાઓને જણાવ્યું છે 2024 માં રામ લલાના દર્શન માટે અયોધ્યા પહોંચી જાય.
સી આર પાટીલ દ્વારા કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે, મોદી હૈ તો મુમકિન હૈ. રાજ્યસભામાં કોંગ્રેસના એક નેતા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કલમ 370 ને ન અડવાની ચેતવણી આપવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, જો કોઈ છેડછાડ કરવામાં આવશે તો કાશ્મીરમાં લોહીની નદીઓ વહેવા લાગશે. જ્યારે આ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ રહેલા છે તેમણે એક દિવસમાં કલમ 370 સહિત કલમ 35 ને ઉડાવી દીધી હતી. સીઆર પાટીલ આજે કચ્છ જિલ્લામાં બનેલા ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા હતા.
તેની સાથે દેશમાં સર્વાધિક મતોથી લોકસભા ચૂંટણી જીતી રેકોર્ડ બનાવનાર સી આર પાટીલ નવસારીથી સાંસદ રહેલા છે. સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ તરીકે આવનારી લોકસભા ચૂંટણી જીતવાની તૈયારીઓમાં લાગી ગયા છે. તેના માટે સતત સંગઠનમાં ફેરફાર પણ કરવામાં આવી રહ્યાં છે. સી આર પાટીલ ત્રીજી વખત તમામ 26 લોકસભા સીટ જીતવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. સી આર પાટીલ જે સીટો પર પાર્ટી સતત ચૂંટણી જીતી રહી છે, ત્યાં જીતનું માર્જિન પાંચ લાખથી વધુ રાખવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, ભુજમાં ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું પાટિલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. એક વર્ષ અગાઉ ભાજપના કાર્યાલયનું સી. આર. પાટીલના હસ્તે ભૂમિ પૂજન કરાયું હતું. જ્યારે કચ્છ કમલમ કાર્યાલય તૈયાર થતા આજે વિધિવતરીતે લોકાર્પણ કરાયું હતું.