AhmedabadGujarat

‘બિપોરજોય’ વાવાઝોડા બાદ હવે ચોમાસું કેવું રહેશે? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

બિપોરજોય વાવાઝોડું ટકરાતા અનેક જગ્યાએ નુકસાન પહોંચ્યું છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. તેમાં પણ  ખાસ કરીને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આ બધાની વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જખૌ પોર્ટ પર ટકરાયેલ વાવાઝોડાનો પ્રકોપ ગુજરાતમાં આગામી 18 જૂન સુધી રહેવાનો છે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેવાની છે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસાની પધરામણી થઈ જશે. વધુમાં આગામી જુલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પેટર્ન અનુસાર રહેવાનો છે. તેની સાથે આ વર્ષે ચોમાસામાં પૂરતો જ વરસાદ વરસવાની શક્યતા છે.

તેની સાથે ચોમાસાને લઈને દિલ્હી સ્થિત આઈઆઈટી સંસ્થા દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમના દ્રવારા જણાવવામાં આવ્યું છે કે, દર વર્ષે કેરળથી ચોમાસુ બેસે છે. કેરળ માં દર વર્ષે 25 મેથી 1 જૂન દરમિયાન ચોમાસાનું આગમન થાય છે, જેમાં ચારથી પાંચ દિવસનું અંતર રહેલું હોય છે. આ વર્ષે કેરળમાં ચોથી જૂને ચોમાસાનું આગમન થયું હતું. IIT ના જણાવ્યા મુજબ, 2023 માં ચોમાસું સામાન્ય રહેવાની અપેક્ષા રહેલી છે. આ વખતે ઉત્તર પશ્ચિમમાં ભારતમાં 92 ટકા વરસાદ થવાની શક્યતા રહેલી છે.