સુરતમાં સર્જાયો ભયંકર અકસ્માત, BRTS ની રેલીંગ સાથે બાઈક અથડતા પરિવારના એકના એક દીકરાનું મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સુરત શહેર થી સામે આવ્યો છે.
સુરતના ઉધના વિસ્તારથી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મિત્ર સાથે બાઈક પર જઈ રહેલા યુવક નું બાઈકનું BRTS ની રેલિંગ સાથે ટકરાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. તેના લીધે અઢાર વર્ષીય યુવકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. એવામાં એકના એક દીકરા નું મોત થતા પરિવાર માં શોકનું મોજું છવાઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પાંડેસરા વિસ્તારમાં આવેલી આવિર્ભાવ સોસાયટીમાં રાકેશ સોનવણે પરિવાર રહ્યો રહ્યો અને પરિવારનો તે એકનો એક દીકરો રહેલો હતો. રાકેશ ની વાત કરીએ તો તે મિત્રની બાઈક પર ઉધના થી જઈ રહ્યો હતો. તે સમયે રીક્ષાને ઓવરટેક કરતા દરમિયાન બાઈક BRTS ની રેલીંગ અથડાઈ ગયું હતું. તેના લીધે બંને યુવક રોડ પર પટકાયા હતા. આ દરમિયાન રાકેશને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યાર બાદ તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યારે ટૂંકી સારવાર બાદ રાકેશ નું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણકારી પોલીસ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી. આ મામલામાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.
જ્યારે રાકેશની વાત કરવામાં આવે તો તે પરિવારનો એકનો એક દીકરો રહેલો હતો. જ્યારે તેના પિતાનું 6 મહિના અગાઉ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે રાકેશના અણધાર્યા અકસ્માત મોતના લીધે પરિવારમાં શોકનું મોજું છવાઈ ગયું છે.