GujaratSouth GujaratSurat

બિપોરજોય વાવાઝોડાનો કહેર : સુરતમાં ભારે પવન ફૂંકાતા જર્જરિત મકાનની છત ધરાશાયી થતાં એકનું કરુણ મોત

અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપોરજોય ચક્રવાત ટકરાતા કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પાસે ટકરાયું હતું. ગુજરાતના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફોલ થતા કચ્છ સહિત ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવવાના લઈને કેટલાક મકાનોના છાપરા ઉડી ગયાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાના કારણે ઠેર ઠેર વૃક્ષો, વીજપોલ તેમજ હોર્ડિગ્ઝ ધરાશાયી થયા છે. જ્યારે આ દરમિયાન વાવાઝોડાના લીધે સુરતથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

સુરતના શાહપુરમાં મકાનની છતનો ભાગ ધરાશાઈ થતાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, જર્જરિત મકાનની છતનો ભાગ ધરાશાઈ થયા ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. તેમ છતાં સુરતની હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ ઇજાગ્રસ્ત વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે.

બિપોરજોય વાવાઝોડાની અસરના લીધે સુરતના શાહપુર વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી છે. પ્રાથમિક જાણકારી અનુસાર, સુરત શાહપોર વિસ્તારમાં જર્જરિત મકાનની છતનો ભાગ ધરાશાઇ થઈ ગયો હતો. જ્યારે ભારે પવનના લીધે જર્જરિત મકાનની છતનો ભાગ ધરાશાઇ થયો હતો એવામાં તે સમયે રસ્તા પરથી પસાર થનાર વ્યક્તિ પર છતનો ભાગ પડતા તેને ગંભીર ઈજા પહોંચી હતી.

ત્યાર બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયલ કૃણાલ પ્રવિનચંદ્ર દશેરવાળા નામના વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ કૃણાલ પ્રવિનચંદ્ર દશેરવાળાનું કરુણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. જયારે મૃતક પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. સમગ્ર બાબતમાં લાલગેટ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.