અમરેલીમાં ભયાનક ઘટના : ઘરમાં સુતેલા બે યુવકોને જીવતા સળગાવવાનો કરાયો પ્રયાસ
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. અમરેલીના કુકાવાવમાં બે લોકોને જીવતા સળગાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. અડધી રાત્રીના રૂમમાં બન્ને વ્યક્તીને પૂરી રૂમમાં આગ ચાંપી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. તેમ છતાં દરવાજો તૂટી જતા બન્ને વ્યક્તિનો બચાવ થઈ ગયો હતો. તેમ છતાં ઘરમાં સૂતેલા બંને લોકોની ગંભીર રીતે દાજી જતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કુકાવાવ રોડ પર આવેલ મારૂતી એન્ટર પ્રાઇઝમાં બે યુવકો મજૂરી કામ કરીને જીવન પસાર કરી રહ્યા હતા. એવામાં એજન્સીના ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરનાર જયંતીભાઈ કોળીનો સુલતાન મહમદ શેખ અને નિલેશ ગોહિલ સાથે કોઈ કામ કારણોસર બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ બંને ઈંડાની રેકડી ઉપર જમવા માટે ચાલ્યા ગયા હતા. તે સમયે જયંતી કોળી ત્યા આવ્યા અને બેફામ ગાળો બોલવા લાગ્યા હતા. ત્યાર બાદ વધુ ગુસ્સો આવી જતા જયંતી કોળી દ્વારા સુલતાનના માથામાં ખુરશી મારી દેવામાં આવી હતી. તેનાથી પણ જયંતી કોળીનો ગુસ્સો શાંત થયો નહોતો.
વધુમાં જણાવી દઈએ કે, એવામાં રાત્રીના સમયે સુલતાન અને દિનેશ પોતાના રૂમમાં સુતેલા હતા તે સમયે જયંતી કોળી ત્યાં આવી ગયા ઘરનો દરવાજો બંધ કરી નાખ્યો હતો. ત્યાર બાદ ડીઝલ જેવો પ્રવાહી રૂમમાં છાંટી તેમના દ્વારા આગ લગાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ રબ્બરનું ટ્યુબ સળગાવી તેમના દ્વારા અંદર નાખવામાં આવ્યું હતું. તેના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેના લીધે અંદર સૂતેલા દિનેશ અને સુલતાન આગથી ચારોતરફ ઘેરાઈ ગયા હતા. તેમ છતાં બંને યુવકો દ્વારા દરવાજાને લાતો મારતા દરવાજો તૂટી ગયો હતો તેના લીધે તે બહાર આવવામાં સફળ રહ્યા હતા.
ત્યાર બાદ બંને ઈજાગ્રસ્ત યુવકોને અમરેલીની શાંતબા જનરલ હોસ્પિટલ બર્ન્સ વોર્ડમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. હાલમાં તે સારવાર હેઠળ રહેલા છે. ઘટનાની જાણકારી મળતા ઘટનાસ્થળે પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો. પોલીસ દ્વારા આરોપી જયંતી ઉપર 307 સહિત અલગ-અલગ ધારાઓ મુજબ ગુનો દાખલ કરી આરોપીને શોધવા તપાસ હાથ ધરી છે.