AhmedabadGujarat

અમદાવાદના પ્રખ્યાત ગ્વાલિયા સ્વીટસમાં સંભારમાંથી નીકળ્યો વંદો, ગ્વાલિયા સ્વીટ્સે મહીં લેખિતમાં માફી

અમદાવાદમાં પ્રખ્યાત ગ્વાલિયા સ્વીટ્સમાં જઈને સ્વાદના ચટકા માણનાર અમદાવાદીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સાંવ આવ્યો છે. ઘાટલોડિયા વિસ્તારમાં મેપલ ટ્રી પાસે આવેલ ગ્વાલિયા સ્વીટ્સમાં એક યુવક તેના પરિવાર સાથે રથયાત્રાના દિવસે સાંજના સમયે જમવા ગયો હતો. ત્યારે તેમણે જમવા માટે મૈસુર મસાલા ઢોસા ઓર્ડર કર્યું હતું. જેના સંભારમાંથી વંદો નીકળતા યુવકે આ મામલે ત્યાંના હાજર સ્ટાફને ફરિયાદ કરી હતી. જેથી તે લોકોએ તાત્કાલિક આ સંભાર પરત લઈ લીધો હતો. બાદમાં યુવક અને પરિવારે ગ્વાલિયા સ્વીટ્સ પાસેથી લેખિતમાં માફીની માગણી કરી હતી. તેથી ઇ મેઈલ દ્વારા ગ્વાલિયા સ્વીટ્સે પોતાની ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું હતું. અને માફી માંગી હતી. યુવકે આ મામલે AMCના ફૂડ વિભાગમાં ફરિયાદ પણ કરી હતી. જો કે, આ મામલે હજુ સુધી કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, આ મામલે AMC ફૂડ વિભાગના વડા ડો. ભાવિન જોશીએ જણાવ્યું કે ગ્વાલિયા સ્વિટ્સમાં જમતી વખતે સંભારમાંથી વંદો નીકળવા બાબતની સોશિયલ મીડિયા ઉપર જે ફરિયાદ કરવામાં આવી છે તે બાબતને લઈને હું તપાસ કરાવી લઉં છું. જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોક્ટર મેહુલ આચાર્યએ આ મામલે જણાવ્યું મેં તેમને તો આવી કોઈ ફરિયાદ મળી જ નથી. .

નોંધનીય છે કે, ગ્વાલિયા સ્વીટ્સના માલિક દીપક શર્માએ આ મામલે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. અને તેઓ આ બાબતને લઈને દિલગીર છે તેવું પણ જણાવ્યું હતું. અને તેમણે આ મામલે યુવક અને તેમના પરિવારની માફી પણ માંગી હતી.