ગણદેવીના દુવાડા ગામે મહિલાની થયેલ હત્યાના કેસમાં થયો મોટો ખુલાસો, 2500 રૂપિયા માટે કરી નાખી હત્યા

ગણદેવી તાલુકાના દુવાડા નામના ગામ ખાતે આવેલી શ્રીરામ કવોરીની સામે મંગળવારના રોજ સવારના સમયે એક મહિલાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ત્યારે આ ઘટનાને લઈને પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી હતી. અને આ હત્યાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસે માત્ર બે દિવસમાં આ હત્યાનો ઉકેલીને હત્યા કરનાર આરોપીને તેના ઘરેથી જ ઉઠાવી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં પોલીસે આસપાસના લોકો તેમજ મહિલાના પરિવારજનો સાથે પૂછપરછ હાથ ધરી હતી. જો કેઝ તેમાં કઈ ખાસ સામે આવ્યું નહતું. અને હત્યા થઈ તે ઘટનાસ્થળ પર સીસીટીવી કેમેરા પણ ના હોવાથી પોલીસ માટે હત્યા કરનારની ધરપકડ કરવી એ ખૂબ જ મુશ્કેલ હતું. ત્યારે PI કોરાટએ હત્યા થઈ તેની આસપાસના વિસ્તારોના કેટલાક CCTV કેમેરા, કવોરીમાં કામ કરી રહેલા કામદારોની માહિતી, હત્યા થઈ તે સમય દરમિયાન તે વિસ્તારમાં કેટલા મોબાઈલ એક્ટિવ હતા. એ તમામ દિશામાં PI કોરાતે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને ઘટનાસ્થળના નજીકના જ એક CCTV કેમેરામાં એક યુવક તેની બાઇક પર કોઈ મહિલાને બેસાડીને લઇ જઇ રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. પરંતુ આ યુવક ગયો મહિલા સાથે અને પરત રકલો જ ફર્યો જેના કારણે પોલીસને શંકા ગઈ હતી. અને બાદમાં આ યુવકની બાઈકના નંબરના આધારે પોલીસ બાઇક માલિક સુધી પહોંચી હતી. ત્યારે બાઇક માલિકે જણાવ્યું કે આ બાઇક તેનો મિત્ર લઈ ગયો હતો. પોલીસે બાઇક માલિકના મિત્રની પૂછપરછ કરતા તેણે પોતાના ગુનાની કબૂલાત કરી હતી.
આરોપી યુવકે ગુનાની કબૂલાત કરતા જણાવ્યું કે, આરોપી બાઇક લઈને જઇ રહ્યો હતો. ત્યારે મહિલાએ લિફ્ટ માંગી હતી. તેથી તેને બાઇક પર બેસાડી તે દરમિયાન વાતચીતમાં શારીરિક સંબંધ બાંધવાની વાત થઈ હતી. જે બાદમાં બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો. પરંતુ મહિલાએ બાદમાં 2500 રૂપિયા માંગ્યા હતા. જે આપવાની આરોપીએ ના પાડી તો મહિલાએ આરોપી યુવકને બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી આરીપીએ મહિલાની હત્યા કરી હતી. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.