સુરતમાં બેફામ બન્યા સ્નેચરો : ધારાસભ્યની પત્નીનો મોબાઈલ ઝૂંટવી સ્નેચરો થયા ફરાર
રાજ્યમાં સતત ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. આવી જ એક બાબત સુરતથી સામે આવી છે. સુરતમાં ધારાસભ્યની પત્નીનો મોબાઇલ ઝુંટવી આરોપી નાસી ગયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ મામલામાં ધારાસભ્ય ડો. તુષાર ચૌધરી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસદ દ્વારા આ મામલામાં તપાસ શરુ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સુરતમાં સ્નેચરો દ્વારા ખેડબ્રહ્માનાં ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીના પત્ની ડો. દીપ્તિબેન ચૌધરીનો ફોન ઝૂંટવી લીધો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં જાણકારી મળી છે કે, દીપ્તિબેન ચૌધરી જોગર્સ પાર્ક પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે સ્નેચરો તે સમયે ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ આ સ્નેચરો દીપ્તિબેન ચૌધરીનો મોબાઈલ ઝુંટવીને નાસી ગયા હતા.
આ મામલામાં ધારાસભ્ય તુષાર ચૌધરી દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમા આજાણ્યા શખ્સો સામે આ મામલામાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, આ મામલામાં તુષાર ચૌધરી દ્વારા પોલીસ કમિશનરને પણ ફરીયાદ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે.