ફેમસ બોડી બિલ્ડર જો લિન્ડનરનું 30 વર્ષની વયે અવસાન

જર્મન બોડી બિલ્ડર અને યુટ્યુબ સ્ટાર જો લિન્ડનર (Jo Lindner) નું 30 વર્ષની વયે અવસાન થયું. લિન્ડનરના મૃત્યુ પછી, તેના મિત્ર નોએલ ડેઝેલે કહ્યું, ‘જો તમારા આત્માને શાંતિ મળે. હું હજી પણ તમારા જવાબની રાહ જોઈને મારો ફોન ચેક કરું છું જેથી અમે જીમમાં મળી શકીએ.
લિંડનરના મૃત્યુ પછી તેની ગર્લફ્રેન્ડ્સ પણ શોકમાં છે. જૉની ગર્લફ્રેન્ડ immapeaches એ તેને ઇન્સ્ટાગ્રામ પર યાદ કર્. એન્યુરિઝમને કારણે તેમનું અવસાન થયું, હું તેમની સાથે રૂમમાં હતી. તેણે મારા માટે બનાવેલો હાર મારા ગળામાં પહેરાવ્યો. પછી અમે ફક્ત એકબીજાને ગળે લગાવીને સૂતા હતા. તે સાંજે જીમમાં નોએલને મળવાના સમયની રાહ જોઈ રહ્યો હતો.
તેની ગર્લફ્રેન્ડે તેના ઈન્સ્ટાપોસ્ટમાં આગળ લખ્યું કે ત્રણ દિવસ પહેલા તેણે કહ્યું હતું કે તેની ગરદનમાં દુખાવો છે. અમને આ સમજાયું જ્યારે તે ખૂબ મોડું થઈ ગયું હતું.આ સમયે હવે હું વધુ કઈ કહી શકું તેમ નથી.
તમને જણાવી દઈએ કે એન્યુરિઝમ એક ખતરનાક રોગ છે. આ રોગ સામાન્ય રીતે મગજ, પગ અને પેટમાં થાય છે. ભારતમાં લોકોને આ બીમારી વિશે બહુ ઓછી જાણકારી છે, જેના કારણે દર વર્ષે હજારો લોકો આ બીમારીનો શિકાર બને છે.આ રોગના લક્ષણો ઓળખવા ખૂબ મુશ્કેલ છે અને તે બહારથી દેખાતા નથી. આ રોગમાં શરીરના કોઈપણ ભાગમાંથી અચાનક રક્તસ્રાવ થવો, ધબકારા વધવા, જ્ઞાનતંતુઓમાં તીવ્ર દુખાવો થવો, ચક્કર આવવા, આંખની ઉપર કે નીચે દુખાવો થવો જેવી મોટી સમસ્યાઓ થાય છે.