GujaratSouth Gujarat

ભાવનગર: આર્મી જવાનની બહાદુરીને સો સો સલામ, લોકો વિડિયો બનાવતા રહ્યા અને જવાને દિલધડક રેસ્ક્યુ કરીને 2 લોકોને બચાવ્યા

ગુજરાત પર હાલ વરસાદી માહોલ બનેલો છે. તેને લઈને ગુજરાતમાં ચારોતરફ વરસાદી પાણી ભરાયા છે. જ્યારે કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ બનતા નુકસાની વેઠવાનો પણ લોકોને વારો આવ્યો છે. જ્યારે આજે આવી જ એક બાબત સામે આવી છે. ભાવનગરના મહુવા બે લોકો પાણીના પ્રહાવમાં ફસાઈ ગયા હતા. તેમનું મોટી જાગધાર ગામના આર્મી જવાન દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ભાવનગરના મહુવાના મોટી જાગધાર ગામમાં પાણીના પ્રવાહમાં તણાઈ રહેલ એક મહિલા અને યુવાન સહિત બે લોકોને આર્મી જવાન દ્વારા દિલધડક રેસ્કયૂ કરી બચાવી લેવામાં આવ્યા છે. લોંગડીથી કસાણના માર્ગ પર આવેલ નાળામાં કાર પણ તણાઈ ગઈ હતી. કારમાં સવાર લોકો પાણી પ્રવાહમાં ફસાયા હતા. ત્યાર બાદ ભગુડા દર્શને આવેલા આર્મી જવાન દ્વારા પાણી પ્રવાહમાં ફસાયેલ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જેમાં એક યુવાન અને મહિલાનો જીવ આર્મી જવાન દ્વારા બચાવી લેવામાં આવ્યો છે.

આર્મી જવાન દ્વારા કરવામાં આવેલ રેસ્ક્યૂથી પાણીના પ્રવાહમાં ફસાઈ ગયેલા બે વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે. આર્મી જવાન દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પાર પડતા ચારોતરફ તેમની ચર્ચાઓ થઈ રહી છે. મહિલા દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ ભાઈ જાણી આમારા માટે દેવદૂત બનીને આવ્યા હોય તેમ અમારો તેમને જીવ બચાવી લીધો છે. જ્યારે હવે આ રેસ્ક્યુ ઓપરેશનની જોરશોરથી ચર્ચા થઈ રી છે.