GujaratSouth GujaratSurat

સુરતમાં સિટી બસની અડફેટે આવતા 18 વર્ષીય યુવકનું કરુણ મોત, બસ ચાલક રસ્તા પર બસ મૂકી ફરાર

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સુરત શહેરથી સામે આવ્યો છે.

સુરતમાં સિટી બસની ટક્કરથી અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકનું કરુણ મોત નિપજ્યું છે. સુરતમાં અનુવ્રત પાસે BRTS રૂટ પર અકસ્માત સર્જાયો હતો. બાઈક સવાર ત્રણ યુવકો BRTS ના રૂટમાં ઘૂસી આવ્યા હતા ત્યારે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ યુવકો ટ્રાફિક પોલીસને જોઈને BRTS રૂટમાં ઘુસી ગયા હતા. અકસ્માત બાદ સિટી બસનો ચાલક નાસી ગયો હતો. અકસ્માતમાં 18 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું છે. અકસ્માતની ઘટનામાં વેસુ પોલીસ દ્વારા સિટી બસ ચાલક સામે ફરિયાદ દાખલ કરી આ મામલામાં તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના અનુવ્રત પાસે ત્રણ મિત્રો બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન ટ્રાફિક પોલીસને જોઈ યુવાનો BRTS રૂટ બાઈક નાખી ભાગી રહ્યા હતા. તે સમયે પાછળથી ફૂલ ઝડપે આવી રહેલી સીટી બસે દ્વારા ટક્કર મારવામાં આવતા આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ સીટી બસ ચાલક રસ્તા પર બસ મૂકી નાસી ગયો હતો. અકસ્માતની ઘટનામાં 18 વર્ષીય ફરીદ શેખને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત થતા પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.

અકસ્માતની ઘટનાની જાણકારી મળતા જ વેસુ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આવી અને સીટી બસ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરુ કરી છે. અકસ્માત બાદ સિટી બસનો ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસ દ્વારા આ મામલામાં કાર્યવાહી શરુ કરી છે.