પારડી તાલુકાના એક ગામમાં ઝાડ પર લટકેલી હાલતમાં શ્રમિક યુવક અને સગીરાના મૃતદેહ મળી આવતા પોલીસ થઈ દોડતી
વલસાડ જિલ્લા પારડી તાલુકાના પરિયા નામના ગામમાં શ્રમિક યુવક-યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી છે. આ બંને યુવક અને સગીર ઉંમરની યુવતી શ્રમિક તરીકે પરિયા ગામના બંધાણી ફળિયા ખાતે કામ કરતા હતા. ત્યારે અચાનક જ ઝાડ સાથે ગળેફાંસો ખાઈ લટકેલી હાલતમાં આ યુવક અને સગીર ઉંમરની યુવતીના મૃતદેહ મળી આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે પોલીસ પણ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી હતી. અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આપઘાત કરનાર શ્રમિક યુવક અને સગીર ઉંમરની યુવતી કપરાડા તાલુકાના ખડકવાળ ફળિયા ખાતેના હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકનું નામ નિતેશ વળવી તેમજ મૃતક યુવતી સગીર હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ બંને એક જ ગામના છે. તેઓ વચ્ચે પ્રેમસબંધ પણ હતા. 4 મહિના પહેલા તેમનું પ્રેમ પ્રકરણ બહાર આવવાના કારણે ગામમાં સમાજનું પંચ બેઠું હતું. અને પછી પંચે બંનેના પ્રેમ ને મંજૂરી આપી હતી.
આથી બંને ત્યારપછી આ બંને જણા પરિયા ગામ આવીને એક બાંધકામ ની સાઇટ પર શ્રમિક તરીકે સાથે જ કામ કરતા હતા. પરંતુ કોઈ અગમ્ય કારણને લીધે થઈને આ બંને જણાના મૃતદેહો ઝાડની ડાળી સાથે લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી બંને એ આપઘાત કર્યું હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે.
તમને જણાવી દઈએ કે, યુવક અને સગીર ઉંમરની યુવતી એ બંનેના મૃતદેહનો કબજો પારડી પોલીસે લઈ લીધો છે. અને બંનેની મોતનું સાચું કારણ શુ છે તે જાણવા માટે આગળ વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને સાથે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.