AhmedabadGujarat

હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી, આજે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાત માટે જુલાઈ મહિનો ભારે રહેવાનો છે. ગુજરાતમાં હજુ બે દિવસ ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરી છે. હાલમાં ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની કોઈ સંભાવના જોવા મળી રહી નથી. વરસાદની આગાહી સાથે કચ્છ,  જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે હજુ ચાર દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે સૌરાટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેની સાથે જૂનાગઢ, સોમનાથમાં વરસાદનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

તેમાં પણ આવતી કાલના રવિવારે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે. 10 જુલાઈ ના રોજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેની સાથે હવામાન વિભાગ દ્વારા માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.