ગુજરાત માટે ગર્વની બાબત, સુરતમાં બન્યો છે ચંદ્રયાન 3 માટે જરૂરી અને અત્યંત મહત્વનો ભાગ
સમગ્ર વિશ્વની નજર ઈસરોના ચંદ્રયાન-3 ઉપર છે. ત્યારે ગુજરાત અને તેમાં લન ખાસ કરીને સુરત માટે એક અત્યંત ગૌરવની વાત છે કે સુરતની એક કંપનીએ ચંદ્રયાન 3 માટે જરૂરી એક સિરામિક પાર્ટ્સ બનાવ્યાં છે. ઇસરો માટે છેલ્લા 30 વર્ષથી સુરતની હિમસન સિરેમિક કંપની સ્કિવબ્સ તૈયાર કરે છે. ચંદ્રયાન 3 માટે કંપની જે સ્ક્વિબ્સ ઇગ્નીશ બનાવે છે તે અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે.
ઉલ્લેખનીય છે કે, વૈજ્ઞાનિકો સહિત સમગ્ર દેશના લોકો ચંદ્રયાન 3ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ચંદ્રયાન 3 પર સમગ્ર વિશ્વની નજર છે. ત્યારે સુરતની એક મામ્પનીએ ચંદ્રયાન 3નો એક અત્યંત મહત્વનો કોમ્પોનેટ્સ બનાવ્યો તે ગુજરાત અને સુરત માટે અત્યંત ગર્વની બાબત છે. ઈસરો દ્વારા સુરતની હિમસન સિરેમિક કંપની દ્વારા બનાવવામાં આવેલ સ્કિવબ્સબો ઉપયોગ કરવામાં છે. આ જ સકવિબ્સનો ઉપયોગ ચંદ્રયાન 20માં પણ કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, જ્યારે ચંદ્ર તરફ ચંદ્રયાન 3 આગળ વધશે ત્યારે ત્યારે ચંદ્રયાનના નીચેના ભાગમાં ખૂબ જ ગંભીર બ્લાસ્ટ થતો હોય છે જે 3000 ડિગ્રી સેન્ટિગ્રેડ કરતાં પણ વધુ ગરમ હોય છે. ત્યારે ચંદ્રયાન 3ના વાયરીંગને આ ગરમી કોઈપણ પ્રકારનું નુકસાન ન કરે તે માટે થઈને તેની ઉપર ખાસ સ્ક્વિબ્સ ઇગ્નીશનું આવરણ ચઢાવવામાં આવે છે. જેનાથી યાનમાં નીચેના ભાગે થયેલા બ્લાસ્ટ તેમજ તેની ગરમીની અસર યાન પર થતી નથી. આ. સ્ક્વિબ્સ ઇગ્નીશ યાન માટે અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. આમ ચંદ્રયાન 3નો સૌથી મહત્વનો ભાગ સુરતની જ એક કંપનીએ બનાવ્યો હોવાથી ગુજરાત અને ખાસ કરીને સુરત માટે ખૂબ જ ગર્વની બાબત છે.