AhmedabadGujarat

હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી, ગુજરાત માટે પાંચ દિવસ રહેશે ભારે

રાજ્યમાં આજથી પાંચ ગુજરાત માટે ભારે રહેવાના છે. આજથી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં ભારે વરસાદ જોવા મળશે. આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ જોવા મળશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ લીધે ગુજરાતમાં વરસાદ વરસશે.

ગુજરાતમાં આવતીકાલથી ફરી થી ભારે વરસાદ જોવા મળશે. ગુજરાતના વાતાવરણમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય બનતા પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ સિસ્ટમ સક્રિય બનતા ચોમાસાનો ત્રીજો રાઉન્ડ આવતીકાલથી શરુ થઈ જશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહામ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ જોવા મળશે. આજે 17 જુલાઈના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ આવતીકાલ ના મંગળવારના 18 જુલાઈ બાદ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમના લીધે 18 જુલાઈથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેની સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં અતિવૃષ્ટિ થવાની શક્યતા રહેલી છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે. તેની સાથે જ આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે, 17 જુલાઈ બાદ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ફરી એક વાર ભારે વ્ર્સાદ્વ્ર્સાદ જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા ણ રાજ્યમાં આગામી 7 દિવસ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.