AhmedabadGujarat

અમદાવાદમાં વધુ અકસ્માતની ઘટના : નશામાં ધૂત BMW કાર ચાલકે પહોંચાડ્યું સરકારી મિલકતને પહોંચાડ્યું નુકસાન

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 20 તારીખની રાત્રીની જેગુઆર કાર ચાલક તથ્ય પટેલ દ્વારા ભયંકર અકસ્માત સર્જવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં નવ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે હવે વધુ એક અકસ્માત અમદાવાદથી સામે આવ્યો છે. અમદાવાદમાં નશામાં ધૂત નબીરા દ્વારા અકસ્માત સ્જ્ર્વામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના માણેકબાગ વિસ્તારથી અકસ્માતની ઘટના સામે આવી છે. માણેકબાગ પાસે નશામાં ધૂત નબીરા દ્વારા BMW કારથી અકસ્માત સર્જીને સરકારી મિલકતને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. તેમ છતાં આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

આ મામલામાં પોલીસ દ્વારા BMW કારના ચાલક કમલેશ બિશ્નોઈની ધરપકડ કરી લેવાઈ છે. રાત્રીના એક વાગ્યાની આજુબાજુ કમલેશ બિશ્નોઈ દ્વારા BMW કાર માણેકબાગ નજીક ફૂટપાથ પર અથડાવવામાં આવી હતી. ત્યાર બાદ દારૂના નશામાં કાર ચાલક દ્વારા કાર જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી બેફામ દોડાવવામાં આવી હતી. સેટેલાઈટ પોલીસ દ્વારા પીછો કરી કાર ચાલકને માણેકબાગથી ઝડપી પાડ્યો હતો.

આ સિવાય મણીનગરમાં નશામાં ધૂત નબીરા દ્વારા ૨૩ જુલાઈની રાત્રીના આ અકસ્માત સર્જવામાં આવ્યો હતો. મણીનગરમાં નશામાં ધૂત નબીરા દ્વારા બેફામ કાર ચલાવી રોડ ઉપર સાઈડમાં પડેલા બાંકડા પર કાર ઘુસાડી દેવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા કારચાલક સહિત 4 નબીરાઓને પકડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કારમાં તપાસ કરી તો બિયરની બોટલ પણ મળી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, કારમાં સવાર કેદાર દવે, રૂત્વિક માંડલિયા, પ્રિત સોની અને સ્વરાજ યાદવ ચારેય નબીરાઓ દારૂ પીધેલી હાલત રહેલા હતા. ત્યાર બાદ પોલીસ દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. કાર ચલાવનાર મુખ્ય આરોપી સામે ઇસનપુર ટ્રાફિક પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ સામે મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મણીનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ચારેય સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.