મોજશોખ પુરા કરવા માટે ખુલ્લા મકાનોમાં ઘૂસી ને મોબાઈલ દોરી કરતા ચોરની પોલીસે કરી ધરપકડ
મોજશોખ પુરા કરવા એ દરેકની ઈચ્છા હોય છે. પરંતુ ઘણી વખત મોજશોખ પુરા કરવા માટે કેટલાક યુવાનો ખોટા રસ્તે ચડી જતા હોય છે. આવું જ કંઈક સુરત શહેરમાં સામે આવ્યું છે. જ્યાં એક યુવક પોતાના મોજશોખ પુરા કરવા માટે થઈને મોબાઈલ ચોરી કરવા લાગ્યો હતો. ત્યારે હાલ તો તેને ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. અને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં ચોરીની ઘટના ઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ચોરી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે સુરત પોલીસ દ્વારા એલ ખાસ અભિયાન હાથ ધરાયુ છે. ત્યારે પોલીસને બાતમી મળી કે લિંબાયત વિસ્તારમાં વસવાટ કરતો મોહમ્મદ બાબા મોબાઈલ યાકુબ શેખ નામનો એક ઈસમ પોતાના મોજશોખ પૂરા કરવા માટે થઈને ખુલ્લા મકાનોમાં ઘુસી જતો અને મોબાઈલ ચોરી કરતો હતો. ત્યારે પોલીસે લિંબાયત મિટિંગ ખારી વિસ્તાર ખાતેથી આ ઇસમની પોલીસે ધરપકડ કરી લીધી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી અગાઉ પણ ચાર જેટલા ગુનામાં સલાબદપુરા પોલીસમાં તેમજ એક ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. આરોપી પોતાના મોજશોખ પૂરા કરવા માટે થઈને ખુલ્લા મકાનોમાં ઘુસી જઈને મોબાઈલની ચોરી કરતો હતો. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.