GujaratSouth GujaratSurat

ઉત્તરાખંડમાં ગુજરાતીઓની બસ ખીણમાં પડી, 7 લોકોના મોત, ૨૭ ઘાયલ

ઉત્તરાખંડથી અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાખંડમાં અકસ્માત સર્જાતા સાત ગુજરાતીઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ૧૯ મુસાફરોનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. આ સિવાય ૨૭ લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનામાં સામે આવ્યું છે કે, આ અકસ્માત ગંગોત્રી નેશનલ હાઈવે પર સર્જાયો હતો. આ બસમાં 35 લોકો સવાર રહેલા હતા. જેમાં 27 લોકોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જયારે એક મુસાફર ગુમ હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુજરાતીઓને નડેલા બસ અકસ્માતમાં સવાર 31 યાત્રાળુઓ ભાવનગરના હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે બસમાં સવાર 3 યાત્રાળુઓ સુરતના રહેલા હતા. આ તમામ યાત્રાળુઓ 15 ઓગસ્ટના રોજ ભાવનગરથી યાત્રા માટે નીકળેલા હતા. 16 ઓગસ્ટના રોજ દિલ્લીથી આ યાત્રાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આજે ગંગોત્રી નેશનલ હાઈવે પર બપોરના સમયે ડ્રાઈવરની ભૂલના લીધે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં સાત ગુજરાતીઓના મોત નીપજ્યા હતા.

તેની સાથે અકસ્માત સર્જાતા જ SDRF ની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. તેમના ૨૭ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં આવ્યા હતા. ઉત્તરકાશીના ડીએમ અને એસપીએ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, બસ નંબર UK07PA-8585 100 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. હાલમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આ ઘટનાને લઈને જણાવી દઈ કે, ઉત્તરકાશી ગંગોત્રી નેશનલ હાઈ-વેના ગંગનાની પાસે બપોરના સમયે પેસેન્જર બસ ખીણમાં ખાબકી ગઈ હતી. પ્રાથમિક જાણકારી મુજબ, પેસેન્જર બસમાં 35 મુસાફરો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણકારી મળતા એસડીઆરએફ દ્વારા સ્થાનિક લોકોની મદદથી 19 ઘાયલ મુસાફરોને તરત જ બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટનામાં 6 યાત્રાળુઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજિસ્ટ્રેટ ઘટનાસ્થળ પર દોડી આવ્યા છે. મુસાફર બસ ગંગોત્રીથી મુસાફરી કરીને પરત આવી રહ્યા હતા. તે સમયે આ સ્ક્માત સર્જાયો હતો.