પંકજ ત્રિપાઠીના પિતાનું 99 વર્ષની વયે અવસાન, માહિતી મળતા જ અભિનેતા થયા પટના જવા રવાના…
તમને જણાવી દઈએ કે પંકજ હાલમાં જ અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ઓમજી 2’માં જોવા મળ્યા હતા. 11 ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મે 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે અને તેમાં પંકજના કામની પણ પ્રશંસા થઈ રહી છે. આ સમય દરમિયાન, પંકજના પિતાના નિધન પર શોક વ્યક્ત કરતા, અક્ષયે અભિનેતાને સાંત્વના આપી. અક્ષયે ટ્વીટ કર્યું, “મારા મિત્ર અને કો-સ્ટાર પંકજ ત્રિપાઠીના પિતાના નિધનના સમાચારથી ખૂબ જ દુઃખ થયું. માતા-પિતાની ગેરહાજરી કોઈ ભરી શકતું નથી.
ભગવાન તેમના પિતાના આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે. ઓમ શાંતિ.” બોલિવુડમાં ઘણા એવા અભિનેતાઓ છે જે શૂન્ય માંથી સર્જન થયા છે, જેમને ગામથી લઈને મોટા શહેરની કહાની ઘણા સંઘર્ષ સાથે લખી છે. તેમનામાં તેમના ટેલેન્ટથી તેમને ઘણી સફળતાં મળી છે. તેવા ઘણા અભિનેતાઓ છે જે હજુ સાદું જીવન જીવે છે, જેમાંથી એક છે પંકજ ત્રિપાઠી. તેમનો પરિવાર હજુ પણ સાદું જીવન જીવે છે.
પ્રખ્યાત અભિનેતા એટલે કે પંકજ ત્રિપાઠીના પિતા પંડિત બનારસ તિવારીનું કાલે અવસાન થયું છે. પંકજના પિતાએ બિહારના ગોપાલગંજમાં 99 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. માહિતી મળતા જ પંકજ મુંબઈથી પટના જવા રવાના થઈ ગયા હતા. તેઓ કાલ રાત્રે ગામમાં પહોંચી ગયા હતા. પંકજ તેની એક્ટિંગ કરિયરને કારણે મુંબઈમાં રહે છે જ્યારે તેના માતા-પિતા ગોપાલગંજમાં રહે છે.
પંકજના પિતાના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓ બીમાર હતા. કેટલાક અહેવાલોમાં તેમના નિધનનું કારણ તેમની ઉંમર દર્શાવવામાં આવી છે. પરિવારે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું જેમાં લખ્યું હતું કે, “ભારે હૃદયથી અમારે પુષ્ટિ કરવી છે કે પંકજ ત્રિપાઠીના પિતા પંડિત બનારસ તિવારી હવે નથી રહ્યા. તેઓ 99 વર્ષનું સ્વસ્થ જીવન જીવ્યા. તેમના અંતિમ સંસ્કાર આજે તેમના ઘણા સબંધીઓ વચ્ચે કરવામાં આવશે.
પંકજે હાલમાં જ એક ઈન્ટરવ્યુ આપ્યું હતું, જેમાં તેમને કહ્યું હતું કે તેના પિતા માત્ર એક જ વાર મુંબઈ આવ્યા હતા. તે પંકજની એક્ટિંગ કરિયર વિશે પણ વધારે જાણતા નહોતો. તેણે પંકજની એક પણ ફિલ્મ થિયેટરમાં જોઈ ન હતી.