IndiaNews

યુટ્યુબરે રસ્તા પર નોટો ઉડાવી, શાહિદ કપૂરના ‘ફેક’ સીનને રિક્રિએટ કરવા બદલ પોલીસે કરી ધરપકડ…

લોકો આજના જમામાં ફેમસ થવા ઘણા કામ કરતા હોય છે. ઘણી વાર એ ફેમસ થવાના ચક્કરમાં ઘણા લોકો મુશ્કેલીઓમાં મુકાઈ જાય છે. તેમને ખ્યાલ નથી હોતો કે તે શું કરી રહ્યા છે. તેમના કોઈ અંદાજ વગર કામ કરતા તે ઘણી આફતોમાં ભરાઈ જાય છે, એવી જ અહી એક વાત જાણવા મળી છે જે લોકોએ ફેમસ થવા કંઇક એવું કર્યુ કે પોલીસે તેમને પકડીને સજા કરી.

ગુરુગ્રામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 15 સેકન્ડના વીડિયોમાં, હરિયાણાના ગોલ્ફ કોર્સ રોડ પર એક વ્યક્તિ તેની સફેદ રંગની કારમાંથી ચલણી નોટો ઉડતો જોઈ શકાય છે. વ્યક્તિના ચહેરા પર માસ્ક છે અને તે ટ્રંકમાં બેસીને નોટોને હવામાં ઉડાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ યુવક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે એક્શનમાં આવીને રીલ બનાવનાર યુવક સામે ગુનો નોંધ્યો હતો. એટલું જ નહીં, પોલીસે મુખ્ય આરોપીની ઓળખ કરીને તેની ધરપકડ પણ કરી હતી. પોલીસે મોટર વ્હીકલ એક્ટ હેઠળ જોખમી ડ્રાઇવિંગ, અન્યના જીવને જોખમમાં મૂકવા બદલ કેસ નોંધ્યો છે.

વીડિયો બનાવનાર વ્યક્તિ પ્રખ્યાત યુટ્યુબર જોરાવર સિંહ કલસી છે. ઝોરાવર સિંહ કલસી ઘણીવાર રીલ્સ બનાવે છે. યુટ્યુબરે શાહિદ કપૂરની લેટેસ્ટ વેબ સિરીઝ ‘ફરઝી’માંથી એક સીન રિક્રિએટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ વીડિયો જોરાવર સિંહ કલસીએ તેના સાથીદાર સાથે ગુરુગ્રામ DLF ગોલ્ફકોર્સના અંડર પાસમાં શૂટ કર્યો હતો. જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે લોકોએ સવાલ ઉઠાવ્યો કે શું આ રીતે લોકોના જીવ જોખમમાં મૂકીને વીડિયો શૂટ કરી શકાય છે. આ પછી પોલીસ એક્શનમાં આવી અને ઝોરાવર અને તેના સહયોગીની ધરપકડ કરી.

ડીએલએફ ગુરુગ્રામના એસપી વિકાસ કૌશિકે જણાવ્યું કે બંને આરોપી જોરાવર સિંહ કલસી અને ગુરપ્રીત સિંહની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય અન્ય બે લોકો મોટરસાઇકલ પર સવાર હતા અને વીડિયો રેકોર્ડ કરી રહ્યા હતા. ઝોરાવર સિંહ કલસી પાસેથી ચલણી નોટો મળી આવી છે અને તેમને જણાવ્યું કે કાર પણ રિકવર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.