સુરતમાં પેટ્રોલિંગ કરી રહેલા RAF જવાનનું હાર્ટ એટેકથી નીપજ્યું મોત
રાજ્યમાં સતત હાર્ટ એટેક ની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આવા જ સમાચાર સુરતથી સામે આવ્યા છે. સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવનાર રેપિડ એક્શન ફોર્સ ના જવાનને હાર્ટએટેક આવતા શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. લિંબાયત વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન રસ્તા પર અચાનક ઢળી પડ્યા હતા. તેના લીધે સાથી જવાનો સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ એરપોર્ટ ખાતેથી જવાનના મૃતદેહને સન્માન સાથે વિદાય અપાઈ હતી.
હાર્ટ એટેક કેમ આવે છે?
હાર્ટ એટેક એ મોટાભાગે અમુક ઉંમર પછી આવતો હોવાનું મનાય છે. પરંતુ હમણાં ઘણા સમયથી હાર્ટએટેકના કારણે ગુજરાતના અનેક યુવાનો મૃત્યુ પામ્યા છે. છેલ્લા બે મહિનામાં હાર્ટ એટેકના કારણે ગુજરાતના 20 થી વધુ યુવકોના મોત નિપજ્યાં છે. જેને લઈને તબીબો પણ આ વાતનું સાચું કારણ શોધી રહ્યા હતા કે આખરે આવું કેમ થઈ રહ્યું છે. ત્યારે કારણ શોધી રહેલા નિષ્ણાતોના મતે યુવાનોને આવતા હાર્ટએટેક એ કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ તેમજ શરીરમાં પ્લેક ફાટવાને લીધે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવો જાણીએ આ પ્લેક શું છે.