સુરતમાં મહિલા જુગાર પાર્ટી પર પોલીસનો મોટો દરોડો, 6 મહિલાઓ ઝડપાઈ રંગે હાથ…
જો કરીએ આજના જમાના ની વાત તો લોકો આજે પણ ઘણા પ્રકારનો જુગાર રમે છે. પછી ભલે તીન પત્તી હોય કે પછી ઓનલાઈન ગેમ રમી હોય કે પછી કંઈ પણ જુગાર એ જુગાર કહેવાય. આપણે આજ દિન સાંભળ્યું હશે કે પુરુષો જ જુગાર રમે છે આજે એક નવો સુરતમાં કિસ્સો નજર આવ્યો છે જેમાં પુરુષો નહિ પણ મહિલાઓ ઝડપાઈ છે. આ બધાની રમતા રમતા ધરપકડ કરવામાં આવી હતી. ચાલો તો આપણે આગળ જાણીએ કે કયા વિસ્તારનો છે આ કિસ્સો અને ક્યાં રમી રહ્યા હતા અને કેટલા રૂપિયા જપ્ત થયા.
સુરતમાં રાંદેર પોલીસે 6 મહિલાઓને જુગાર રમતા રંગે હાથે પકડી. મહિલાઓએ ભેગા મળીને તીન પત્તી પર હાર જીતનો જુગાર રમ્યો હતો. પોલીસે જુગારધામ પર દરોડો પાડી 6 મહિલાની ધરપકડ કરી 26 હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં ધરમરાજ એપાર્ટમેન્ટમાં આવેલા એક મકાનમાં છ મહિલાઓએ ભેગા મળી જુગારની મહેફિલ જમાવી હતી. મહિલાઓ તીન પત્તી રમવાનો ગેરકાયદેસર જુગાર રમી રહી હતી. પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે મહિલાઓ જુગારની મહેફિલમાં વ્યથિત જોવા મળી હતી. આ સમય વખતે રાંદેર પોલીસની ટીમ અચાનક ત્યાં પહોંચી ગઈ હતી અને મહિલાઓની આખી પાર્ટીને બગાડી નાખી હતી.
સુરત શહેરમાં પોલીસે જુગાર રમતા મહિલાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાંદેર પોલીસના જવાનો સુરતમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે પાલનપુર જકાતનાકા પાસે આવેલા ધર્મરાજ એપાર્ટમેન્ટમાં એક મકાનમાં મહિલાઓનું ટોળું જુગાર રમી રહ્યું છે. માહિતીના આધારે પોલીસની ટીમે ઘરમાં દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી 6 મહિલાઓને જુગાર રમતા પકડી પાડી હતી. પોલીસે તેમની પાસેથી જુગાર રમવાના સાધનો, રોકડ સહિત કુલ રૂ.26,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુગાર રમતા ઝડપાયેલી તમામ મહિલાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.