CrimeGujarat

વડોદરામાં મકાન ભાડે રાખીને ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર એક વ્યક્તિની કરવામાં આવી ધરપકડ…

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મકાન ભાડે રાખીને ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા જૂનાગઢ સ્થિત બુકીની પીસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે રૂ.2.81 લાખની રોકડ અને રૂ.3.01ની કિંમતની ચીજવસ્તુઓ સાથે ધરપકડ કરી છે. લાખનો માલ તેની જોડે જે મળ્યો હતો તે બધો જપ્ત કર્યો છે. તેમજ ઓળખ આપનાર અને ગ્રાહકો સહિત કુલ 8 શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડનો ચક્રોગતિમાન કરવામાં આવ્યો છે.

શ્રાવણ માસમાં ખોટી માન્યતાઓને કારણે જુગારનો ધંધો વધી જાય છે. જેના કારણે પોલીસે તેમના બાતમીદારોને પણ સક્રિય કરી દીધા છે. જે અંતર્ગત ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પીસીબી પોલીસ ટીમના જવાનો પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે ભરત વલ્લભદાસ આસવાણી (રહે- નટરાજ એન્ક્લેવ ટાવર, જલારામ મંદિર પાસે, કારેલીબાગ વડોદરા અને મૂળ-જૂનાગઢ) ID નો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટ મેચો પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતો હતો.

હવે તે નટરાજ એન્ક્લેવ ટાવરમાં તેના ભાડાના મકાનમાં તેના ગ્રાહકોના સટ્ટાના હિસાબની પતાવટ કરવા આવ્યો છે. આ ઉપરાંત મેટ્રો બેંક વન ડે કપ ટુર્નામેન્ટની લડાઈમાં વિકશાયર અને હેમ્પશાયર વચ્ચેની ક્રિકેટ મેચ પર પણ સટ્ટો રમાઈ રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડી બેડરૂમમાંથી બે મોબાઈલ ફોન સાથે ભરત આસવાણીની ધરપકડ કરી હતી. આ જ્યારે પકડ્યો ત્યારે તેની ધર્મ પત્ની પણ તેમના ઘરમાં હાજર જોવા મળ્યા હતા. તેના મોબાઈલ ફોન પરથી ક્રિકેટ મેચ પર સટ્ટાબાજીની પ્રવૃત્તિ જોવા મળી હતી.

ઉપરોક્ત ત્રણ આઈડીમાં મળી આવેલા ગ્રાહકોના યુઝરનામમાં ચાર ગ્રાહકો સક્રિય છે, જેમના નામ મેક ઉર્ફે મયંક વાણંદ, આકીબ સેખાદભાઈ, પિન્ટુ લાઈવ, સેહઝાદ હોવાનું જણાવાયું હતું. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું હતું કે તેણે ત્રણેય આઈડી પિસુદાદા રાંચીમાંથી ઓનલાઈન મેળવ્યા હતા અને સટ્ટાબાજીનો હિસાબ પિસુદાદાના માણસ જુગર ઉર્ફે અંકુર (રહે.-મુંબઈ)એ રાખ્યો હતો. આરોપીઓ પાસેથી બેડરૂમના ટીવી શોકેસમાંથી રૂ. 1360 રોકડા અને રૂ. 2.80 લાખની રોકડ મળી આવી હતી.

29 ઓગસ્ટના રોજ 4.50 લાખનું બેલેન્સ અને વર્તમાન બેલેન્સ 1.09 દર્શાવ્યું હતું. આઈડીના યુઝર લિસ્ટમાં 37 ગ્રાહકોના યુઝર નેમ મળી આવ્યા હતા. અન્ય IDમાં 40 લાખની ક્રેડિટ બેલેન્સ સાથે યુઝર લિસ્ટમાં બે ગ્રાહકોના યુઝરનામ હતા. તેવી જ રીતે 9 ગ્રાહકોના યુઝરનેમ અને અન્ય આઈડી પર 14.86 લાખનું બેલેન્સ જોવા મળ્યું હતું.