અમેરિકામાં ભારતીય યુવતી જ્હાન્વી ના મોતનું રહસ્ય ખુલ્યું, મૃત્યુ બાદ અમેરિકન પોલીસ ઓફિસર હસતા જોવા મળ્યા
23 વર્ષીય ભારતીય યુવતી જ્હાન્વી કંડુલાનું જાન્યુઆરીમાં યુએસએના સિએટલમાં પોલીસ વાહન સાથે અથડાયા બાદ મોત થયું હતું અને પોલીસમેન ડેનિયલ ઓર્ડરર તેના મોત પર હસતા મજાક ઉડાવતો વીડિયો સામે આવ્યો છે.આ વીડિયો ઓફિસરના બોડી કેમેરામાં રેકોર્ડ થઈ ગયો હતો. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ અધિકારીઓને હસતા અને મજાક કરતા દર્શાવતા વીડિયો સામે આવ્યા બાદ સિએટલ પોલીસ યુનિયનના નેતાઓની તપાસ શરૂ કરવામાં આવી છે.
સોમવારે બહાર પાડવામાં આવેલા વિડિયોમાં ઓફિસર ડેનિયલ ઓડરરને વિદ્યાર્થી જાહ્નવી કંડુલા ના કેસની તપાસ અંગે ચર્ચા કરતા સાંભળી શકાય છે, જે 23 જાન્યુઆરીના રોજ તેમના સાથી અધિકારી કેવિન ડેવ ની કારની ટક્કરે મોતને ભેટી હતી. મળતી માહિતી મુજબ 23 જાન્યુઆરીએ જ્હાન્વી થોમસ સ્ટ્રીટ પાસે ચાલી રહી હતી ત્યારે પોલીસના વાહને તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તે દૂર ફેંકાઈ ગઈ અને તેનું મોત થઈ ગયું.
કેવિન ડેવ કાર ચલાવી રહ્યો હતો. કેવિને દારૂ પીધો છે કે કેમ તેની તપાસ માટે ઓફિસર ડેનિયલ ઓર્ડરર ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરંતુ તેમના મૃત્યુ પર તેઓ બેશરમ રીતે હસતા જોવા મળ્યા હતા.ક્લિપમાં સિએટલ પોલીસ ઓફિસર્સ ગિલ્ડના વાઇસ પ્રેસિડેન્ટ ડેનિયલ ઓડરરને ગિલ્ડના પ્રમુખ સાથેના કોલમાં સાંભળી શકાય છે, “માઈક સોલનને કહી રહ્યો છે કે તે મરી ગઈ છે અને તેના જીવનની કોઈ કિંમત નથી. આ કહ્યા પછી ઓર્ડરર હસવા લાગે છે અને મજાકમાં કહે છે કે તે એક સામાન્ય માણસ છે. ફક્ત 11,000 ડોલરનો ચેક લખો. તે 26 વર્ષની હતી, તેની કિંમત શું હતી.
એમ પણ કહ્યું કે ડેવ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. જોકે જૂનમાં થયેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે વાહનની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક હતી, જ્યારે મર્યાદા 40 કિલોમીટર પ્રતિ કલાક હતી.સિએટલ કોમ્યુનિટી પોલીસ કમિશન (CPC) એ વિડિયો રિલીઝ થયા પછી સોમવારે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં ઓર્ડર અને તેના સાથીદાર વચ્ચેની વાતચીતને “હૃદયસ્પર્શી અને આઘાતજનક રીતે અસંવેદનશીલ” ગણાવી હતી.