GujaratRajkotSaurashtra

ધોરાજી-ઉપલેટા હાઇવે પર કારની અડફેટે આવતા ૪૨ વર્ષીય મહિલાનું કમકમાટીભર્યું મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત રાજકોટ ના ધોરાજી-ઉપલેટા હાઇવે પરથી સામે આવ્યો છે.

રાજકોટના ધોરાજી-ઉપલેટા હાઇવે પર IIT સામે હિટ એન્ડ રનની દુર્ઘટના સર્જાઈ છે. ધોરાજી-ઉપલેટા હાઈવે પર ITI સામે કારની અડફેટે આવતા 42 વર્ષીય સોનલબેન ગંગાજાળીયા નું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ધોરાજી ના ઉપલેટા નેશનલ હાઈવે પર ઇકો કારની અડફેટે સોનલબેન ગંગાજાળીયા આવી જતા તેમનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, મૃતક સોનલબેન ગંગાજાળીયા ધોરાજીના મહાલક્ષ્મી કોમ્પ્લેક્સના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલમાં મૃતક મહિલાનો મૃતદેહ પીએમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલમાં મોકલી દેવાયો છે. એવામાં મહિલા અચાનક મૃત્યુ પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

વધુમાં જાણકારી સામે આવી છે કે, આ મૃતક મહિલા હોટલમાં રસોઇ બનાવવાનું કામ કરી રહ્યા હતા. તે કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે તેમનો અકસ્માત થયો હતો. સોનલબેન ધોરાજીના મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષમા રહી રહ્યા હતા. હાલમાં આ મૃતક મહિલા મૃતદેહની પીએમ અર્થે ખસેડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.