VadodaraGujarat

વડોદરામાં ટેમ્પા ચાલકે ટક્કર મારતા સ્કૂલ રિક્ષા પલટી, માસૂમ બાળકો દબાયા

રાજ્ય સહિત સમગ્રદેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત વડોદરાથી સામે આવ્યો છે.

વડોદરાના આરાધના સિનેમા રોડ વિસ્તારમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ રિક્ષા અને થ્રિ વ્હિલર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં રિક્ષા સાથે થ્રિ વ્હિલર ટેમ્પો અથડતા રિક્ષા પલ્ટી ખાઈ જતા વિદ્યાર્થીઓ દબાઈ ગયા હતા. ઘટના સર્જાતા સ્થાનિકો લોકો દ્વારા બાળકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. તેમ છતાં સદનસીબે બાળકોને કોઈ જાનહાનિ પહોંચી નહોતી. પરંતુ વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં ઈજાના લીધે બાળકો રડવા લાગ્યા હતા.

વડોદરા શહેરના આરાધના ટોકીઝ પાસેથી પસાર થતા ખાસવાડી સ્મશાન રોડ પર આ ઘટના ઘટી હતી. જાણકારી મુજબ, સ્કૂલના બાળકોને રિક્ષામાં બેસાડી જવાની તૈયારી હતી તે સમયે ફૂલઝડપે આવી રહેલ થ્રી-વ્હિલર ટેમ્પો દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવી હતી. ટેમ્પોની ટક્કર લાગતા બાળકો ભરેલી રિક્ષાએ પલટી ખાઈ લીધી હતી. સ્કૂલ રિક્ષા પલ્ટી ખાઈ જતા વિદ્યાર્થીઓ નીચે દબાઈ ગયા હતા. તેના લીધે વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજા થઈ હતી.

તેની સાથે અકસ્માત સર્જનાર ટેમ્પાએ પલટી ખાઈ લીધી હતી. તેમાં તેલના ડબ્બા ભરેલા હતા. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા અને રિક્ષા નીચે દબાયેલા બાળકોને તેમના દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈ ટેમ્પોચાલક નશામાં હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.