સુરતમાં ધો. 3નો માસૂમ વિદ્યાર્થી આઈકાર્ડ ભૂલી જતા આચાર્યએ માર્યો ઢોર માર
સુરત નાં કામરેજ વિસ્તારમાં હલધરુ ની ક્રિષ્ના સ્કૂલથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ શાળાના આચાર્ય દ્વારા ધો. 3 માં અભ્યાસ કરનાર વિદ્યાર્થી ને માર મારવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. એવામાં 12 વર્ષીય વિદ્યાર્થી ને માર મારવામાં આવતા તેને સારવાર માટે નજીક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વિદ્યાર્થી ને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ વાલી શાળાએ આવી પહોંચ્યા હતા. વિદ્યાર્થીના પરિવારજનો દ્વારા આચાર્ય વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી.
આ ઘટનાને લઈને વિદ્યાર્થી નાં પિતા તુના કુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મારા બે બાળકો ક્રિષ્ના સ્કૂલમાં અભ્છેયાસ કરે છે. તે તા. 10 ના રોજ સ્કૂલમાં અભ્ભયાસ કરવા માટે પહોંચ્યા હતા. તે દરમિયાન પ્રિન્સિપાલ દ્વારા મારા બંને બાળક ને પગે ફટકાથી માર મારવામાં આવ્યો હતો. તેના લીધે મારી બને દીકરીઓના પગ સુઝી ગયા હતા. જ્યારે મારા એક બાળકને ખૂબ માર મરાયો છે. જ્યારે પ્રિન્સિપાલ દ્વારા જો મને જાણ કરવામાં આવી હોત કે તમારું બાળક આઈકાર્ડ લાવ્યું નથી, તો અમે લોકો જાતે આઈ કાર્ડ આપી જાત. પરંતુ આ બાબતમાં પ્રિન્સીપાલ દ્વારા અમને કોઈ જાણ કરવામાં આવી નહોતી. મારા બાળકનો પગ હજુ પણ સુજેલો છે. તેમજ કામરેજ પોલીસ સ્ટેશનમાં અમારા દ્વારા અરજી કરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા આ મામલામાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ બાબતમાં બાળકની માતા ડોલી બેન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 10 તારીખના રોજ મારા દિકરાને આ સ્કૂલ નાં પ્રિન્સિપાલ કાંતિભાઈ પટેલ દ્વારા દંડા વડે માર મારવામાં આવ્યો હતો. આઈ કાર્ડને લઈ છોકરાને માર મરાયો હતો. આવું થવું જોઈએ નહીં. આજે મારા બાળક સાથે આવું થયું છે કાલે બીજા કોઈનાં બાળક સાથે પણ આવું બની શકે છે. આ મામલામાં સ્કૂલનાં આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું છે કે,બીજા દિવસથી બધા બાળકો સીધા થઈ ગયા હતા તેનો ફાયદો થયો કે નહીં. આ રીતે આચાર્ય દ્વારા આ મામલામાં જવાબમાં આપવામાં આવ્યો હતો.