GujaratVadodara

વડોદરા બોટકાંડને લઈને સામે આવી મહત્વની જાણકારી, આ મોટી બેદરકારી થઈ હતી

વડોદરા બોટકાંડને સતત નવી-નવી જાણકારી સામે આવી છે. આ ઘટનાને લઈને અનેક લોકો જવાબદાર રહેલ છે. તેની સાથે વડોદરાનુ તંત્ર પણ જવાબદાર રહેલ છે. તેણે જોયા વગર લેકઝોનનો કોન્ટ્રાક્ટ સોંપ્યો અને કામ કેવી ચાલી રહ્યું છે તેને લઈને તપાસ કરી નહોતી. અનુભવ વગરની કંપનીને હરણી લેક ઝોન VMC દ્વારા 30 વર્ષ માટે સોંપવામાં આવ્યું હતું. વડોદરા કોર્પોરેશન દ્વારા સૂકો નાસ્તો વેચનાર કોન્ટ્રાક્ટરને હરણી લેક ઝોનનો પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો. ઈજારદાર મેસર્સ કોટિયા પ્રોજેક્ટના ઈજારદાર કોન્ટ્રાક્ટ પહેલા સૂકો નાસ્તો વેંચવાનું કામ કરતા હતા.

લેકઝોનનો કોન્ટ્રાક્ટ લેવા માટે કોટિયા દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. ઈજારદાર કોટિયા પ્રોજેક્ટ એક વખત ડિસકવોલીફાય પણ થયો હતો. ત્યાર બાદ બે મહિનામાં જ કોર્પોરેશને ક્વોલિફાય કરી લીધું હતું. ઈજારદાર દ્વારા ફર્મનું નવું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું, ટર્ન ઓવર નથી, IT રીટર્ન પણ રહેલ નથી, આ પ્રકારની કામગીરીનો કોઇ અનુભવ ના હોવા છતાં કોર્પોરેશન દ્વારા ઈજારદાર કોટિયા પ્રોજેક્ટને ડિસકવોલીફાય કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર પછી અધિકારી અને શાસકો સાથે ગોઠવણ થતા બે મહિનામાં જ ક્વોલિફાય કરી કોન્ટ્રાક્ટ કરી દેવામાં આવ્યો હતો. બે મહિનામાં જ કોટિયા પ્રોજેક્ટ પાસે ટર્ન ઓવર, IT રીટર્ન, અનુભવ સર્ટિફિકેટ ક્યાંથી આવ્યું તેની પણ તપાસ પાલિકા અધિકારીઓ દ્વારા કરવામાં આવી જોઈએ. ઈજારદાર દ્વારા ટેન્ડરોની શરતોને ઘોળીને પી જઈ અનેક એક્ટિવિટી શરુ કરી દેવામાં આવી હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નહોતા.

તેની સાથે ફ્યુચરેસ્ટિક વિભાગના કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણની જવાબદારી હોવા છતાં તેમના દ્વારા બેદરકારી દાખવવામાં આવી હતી. થોડા મહિનાઓમાં રિટાર્યડ થતા રાજેશ ચૌહાણને આરોપી બનાવવાના બદલે ફરિયાદી બનાવતા અનેક સવાલો ઉભા થયા છે. મ્યુની કમિશ્નર દ્વારા હજી સુધી એકપણ અધિકારી કર્મચારીને સસ્પેન્ડ કરવામાં ન આવતા સવાલો ઉભા થાય છે.