GujaratAhmedabad

અમદાવાદની કંપનીએ કલોલના યુવકને કેનેડાના વિંઝા આપવા બહાને ૨૪ લાખ પડાવ્યા

અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે આવેલ ક્રિપા ઓવરસીઝ નામની વિઝા કન્સલ્ટન્ટ કંપનીનાં ભાવેશ ચૌહાણ દ્વારા કેનેડા નાં વિઝા  અપાવવાના બહાને છેતરપિંડી આચરી હોવાનો ઘટના સામે આવી છે. અમદાવાદ ના એજન્ટ દ્વારા કલોલનાં વિદ્યાર્થી સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર મામલામાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, અમદાવાદ ના એજન્ટ દ્વારા કલોલના વિદ્યાર્થી સાથે ઠગાઈ આચરવા બાબતમાં પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રિપા ઓવરસીઝ નામની કંપની દ્વારા સુકુન પ્રજાપતિ પાસેથી 24 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. જ્યારે વિજય ચાર રસ્તા પાસે આવેલ ફોનિક્સ ટાવર સ્થિત ઓફિસ માં તાળા લાગેલાં હતા. ત્યાર બાદ સુકુન પ્રજાપતિએ ક્રિપા ઓવરસીઝ ના માલિક ભાવેશ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એજન્ટ દ્વારા વિદ્યાર્થી ને વિદેશ મોકલવાની લાલચ આપી ઠગાઈ કરી એજન્ટ નાસી ગયો હતો.

તેની સાથે આ સમગ્ર બાબતમાં સુકુન પ્રજાપતિ તેમજ અન્ય એક યુવક સાથે છેતરપીંડી થતા સુકુન પ્રજાપતિ દ્વારા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ સમગ્ર બાબતમાં ફરિયાદ દાખલ આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.