GujaratRajkotSaurashtra

રાજકોટમાં 27 વર્ષીય સગર્ભાનું હાર્ટ એટેકથી કરુણ મોત

રાજ્યમાં સતત હાર્ટ એટેક ની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આવા જ સમાચાર રાજકોટથી સામે આવ્યા છે. રાજકોટના જુના મોરબી રોડ સેટેલાઈટ ચોક નજીક આવેલ વ્રજભૂમિ રેસીડેન્સી-2 માં રહેનાર સગર્ભા અચાનક બેભાન થવા સાથે તે ઢળી ગઈ હતી. તેના લીધે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પર રહેલા તબીબ દ્વારા પર પરિણીતાને મૃત જાહેર કરવામાં આવી હતી. સગર્ભાના મોતનાં લીધે પરિવાજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિણીતાનું મોત હાર્ટ-એટેકથી થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણકારી મળતા બી-ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણકારી મુજબ, રાજકોટ શહેરના સેટેલાઈટ ચોક નજીક વ્રજભુમિ રેસીડેન્સીમાં રહેનાર કોમલબેન રવિભાઈ રાઠોડ નામના 27 વર્ષના પરિણીતાને મોડીરાત્રી નાં ગભરામણ અને ઉલટી થવા લાગી હતી. ત્યાર બાદ વહેલી સવારનાં ચારેક વાગ્યે બેભાન થઈ ઢળી પડતાં તેઓને પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તે દરમિયાન હોસ્પિટલ માં ફરજ પર રહેલા તબીબો દ્વારા કોમલબેનને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. આ ઘટનાની જાણકારી રાજકોટમાં રહેનાર તેમના પિતા જેન્તીભાઈ ભલસોડ આપવામાં આવતા તે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. દીકરીના મૃત્યુથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

તમને જણાવી દઈએ કે, કોમલ ચાર બહેન એક ભાઈમાં સૌથી નાની રહેલ હતી. તેમના પતિ મોરબી જકાતનાકા નજીક સોમનાથ ડેરી નામે દુકાન ચલાવે છે. તેમને રાત્રી નાં ગભરામણ અને ઉલ્ટી થતાં પરિવારજનો દ્વારા આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યો હોવાનું પરિવાજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. મૃતક પરિણીતાના લગ્નને 9 મહિના થયા છે અને તેમને બે માસનું ગર્ભ હોવાનું જાણકારી સામે આવી છે.

ઘટનાને લઈને બી-ડિવિઝન પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો હોસ્પિટલ આવી ગયો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા મૃતદેહ ને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરવામાં આવી હતી. કોમલબેનનું મૃત્યુ હાર્ટએટેકથી થયું હોવાનું સામે આવ્યું છે.