South GujaratGujaratSurat

દુઃખદ સમાચાર : સુરતમાં 23 વર્ષીય યુવતીનું ટાઈફોઈડ લીધે મોત

રાજ્યમાં સતત નાની ઉંમરના યુવાનોના મોત ના સમાચાર ચિંતા વધારનાર છે. કેમ કે ક્યારેક હાર્ટએટેક તો પછી તાવ વગેરે `બનાવોમાં નાની ઉંમરના યુવાનોના મોત નીપજે છે. જ્યારે આજે આવી જ એક બાબત સુરતથી સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેનાર 23 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. બે દિવસના તાવ બાદ યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું. યુવતીને ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દીકરીના મોતને લીધે પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

જાણકારી અનુસાર, સુરતના પાંડેસરામાં આવેલ મહાદેવ નગરમાં 23 વર્ષીય ખુશ્બુ રામ કલ્યાણ વર્મા પરિવાર સાથે રહેતી હતી. તેની બે દિવસ પહેલા તબિયત ખરાબ થઈ હતી. તેને તાવ આવતો હોવાના લીધે પહેલા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર કરાવવામાં આવી હતી અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. ત્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

આ બાબતમાં યુવતીના પિતા રામકલ્યાણ વર્મા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે દિવસથી તેને તાવ આવ્યો હતો, રીપોર્ટ કરાવતા  ટાઈફોઈડ હોવાનું સામે આવ્યું હતું. દીકરીની તબિયત વધુ ખરાબ થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા. ત્યાં દીકરીને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે દીકરીને આ અગાઉ કોઈ બીમારી નહોતી અને દીકરી નોકરી કરી રહી હતી.