સુરતમાં લક્ષ્મી નારાયણ ઈન્ડસ્ટ્રીયલમાં બાંધકામ દરમિયાન સ્લેબ ધરાશાયી, એકનું મોત
સુરત શહેરથી દુઃખદ ઘટના સામે આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં બાંધકામ સાઈટનો સ્લેબ ધરાશાઈ થતા એક મજુરનું નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક મજૂર નમી ગયેલા સ્લેબ ફસાઈ જવાના લીધે ફાયર રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. બીજી તરફ નીચે પટકાયેલા બે મજૂર ઈજાગ્રસ્તોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરત શહેરના ઉધના વિસ્તારમાં આ ઘટના ઘટી હતી. જેમાં લક્ષ્મી નારાયણ ઈન્ડસ્ટ્રીયલમાં પ્લોટ નંબર 86, 87,88 પર 1223/154 નંબરના યુનિટ બાંધકામનું કામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે આ પ્લોટ પર યુનિટના બાંધકામ દરમ્યાન અચાનક સાઈટનો સ્લેબ અચાનક તૂટી ગયો હતો. આ ઘટનાને લીધે બે મજૂર નીચે પડકાયા હતા. તેના લીધે એક મજૂર નમી ગયેલા સ્લેબ નીચે ફસાઈ ગયો હતો. બીજી તરફ ઘટનાની જાણ થવાની સાથે ફાયર બ્રિગેડની ટીમ સહિત ઉધના પોલીસ ઘટનાએ સ્થળે દોડી આવ્યા હતા. મજૂરોને બચાવવા કવાયત હાથ ધરવામાં આવી હતી.
તેની સાથે નીચે પટકાય ગયેલા બંને મજૂરોને તાત્કાલિક સારવાર અર્થ નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્લેબના સળિયા માં લટકાઈ ગયેલા એક મજૂરનું ફાયર ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા બંને ચંદુ સેમન સેમાડા નામના મજૂરને સારવાર મળે તે પહેલા જ હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા તેને મૃતક જાહેર કરવામાં આવ્યો હતો.
તેમ છતાં આ સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, એક બાઈક ચાલક રોડ પરથી જઈ રહ્યો છે અને ત્યાર અચાનક ધડામ કરીને કારખાનાનો સ્લેબ રોડ પર જ પટકાઈ છે. બાઈક ચાલક થોડા માટે બચી જાય છે. સ્લેબ સાથે બે મજૂરો ઊંધા માથે નીચે પટકાતા જોવા મળ્યા હતા. સમગ્ર મામલમાં ઉધના પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા આવી છે.