સુરતમાં લગ્નના વરઘોડા સમયે ફટાકડા અને અન્ય કચરો કરનારાને પાંચ હજારનો દંડ ફટકારાયો
સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં દેશભરમાં પ્રથમ સ્થાન પર રહ્યું છે. ત્યારે કચરો સાફ કરવાની સાથે-સાથે જાહેર રસ્તાઓ પર કચરો ન થાય તે બાબતમાં સખ્તાઈથી ધ્યાન રાખવામાં આવે છે. એવામાં આજે સમાચાર સામે આવ્યા છે કે, જાહેર રસ્તા પર કચરો કરનાર ને સુરત મહાનગરપાલિકા દ્વારા મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે. પાલિકા દ્વારા જાહેર માં વરઘોડા દરમિયાન રસ્તા પર કાગળ સહિતનો કચરો કરનાર ને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
તેની સાથે વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયા ધામ મંદિર નજીક વૈશાલી રોડ પરથી એક વરઘોડો પસાર થઈ રહ્યો હતો. જેમાં ડીજેના તાલ પર કાગળ ઉડાવવામાં આવ્યા હતા. તેના લીધે રસ્તા પર કચરો થઈ ગયો હતો. આ કચરાને લઈ ને પાલિકા દ્વારા અશ્વિનભાઈ નટવરલાલ પંડ્યા ને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેની રસીદ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ આ દંડ બીજી ફેબ્રુઆરી ના રોજ ફટકાર્યો હતો. આ દંડની પાવતી સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ ગઈ છે. તેના લીધે લોકો કહી રહ્યા છે કે, કચરો કરવા વાળા એ ચેતવાની જરૂરીયાત છે. પાલિકા એક્શન મોડ પર રહેલ છે. પ્રથમ વખત પાલિકા દ્વારા અનોખો દંડ ફટકારાયો ચ હે. વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરવામાં આવતા પાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.