સુરતમાં ગ્રીષ્માવાળી થતાં રહી ગઈ, ‘મારો ફોન કેમ નથી ઉપાડતી’ કહીને…
સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પ્રેમી દ્વારા પ્રેમિકા પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગઈ કાલ નાં બાઈક પર બે મિત્ર સાથે કોલેજથી ઘરે પરત આવી રહેલી 19 વર્ષની યુવતી ને ચાર વર્ષ જુના મિત્ર દ્વારા બાઈકને લાત મારી પાડી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ તું મારો ફોનનો જવાબ કેમ આપતી નથી તેમ કહીને યુવતી પર છરી વડે હુમલો કરી દીધો હતો. આ ઘટનાને લઇને સ્થાનિક લોકો દ્વારા યુવાનને પકડી કાપોદ્રા પોલીસને સોંપવામાં આવ્યો હતો. જ્યારે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલી યુવતીને કપાળના ભાગે ચાર ટાંકા આવ્યા હોવાની જાણકારી સામે આવી છે.
પોલીસ નાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના કાપોદ્રા વિસ્તારમાં 19 વર્ષીય મીના ( નામ બદલ્યું છે) નામની યુવતી વેસુની કોલેજમાં અભ્યાસ કરે છે. ગઈ કાલ નાં તે બે મિત્રો સાથે બાઈક પર કોલેજ થી ઘરે પરત આવી રહી હતી. એવામાં કાપોદ્રા બુટભવાની મંદિર પાસે એક રીક્ષા તેમની બાજુમાં આવી હતી અને રીક્ષામાં પાછળની સીટ પર બેઠેલા તેના ચાર વર્ષ જૂના મિત્ર રોકી વસાવા દ્વારા ચાલુ રીક્ષા એ બાઈક ને લાત મારવામાં આવી હતી તેના લીધે સીમા અને તેના બે મિત્રો નીચે રસ્તામાં પર પટકાયા હતા. ત્યાર બાદ રોકી હાથમાં ચપ્પુ સાથે રીક્ષામાંથી ઉતર્યો અને તું મારા ફોનનો જવાબ આપતી નથી, તે મારી જીંદગી બગાડી દીધી છે અને પછી જમણા હાથમાં અને ગળા થી નીચેના ભાગમાં છરી વડે હુમલો કરતાં ત્રણ ઘા મારી દીધા હતા. જ્યારે સીમાએ તેનાથી બચવા નો પ્રયાસ કર્યો તો તેને માથાના ભાગમાં ભારે ઇજા પહોંચી હતી. આ સિવાય થોડી વધારે પણ ઈજા પહોંચી હતી.
તેની સાથે જાહેર માં થયેલા હુમલાને લીધે એકઠા થયેલા લોકો દ્વારા રોકીને પકડી પોલીસને જાણ કરવામાં આવતા કાપોદ્રા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને રોકીને ઝડપી પાડ્યો હતો. જયારે સીમા ને તેના બે મિત્રો સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેના માતા પિતાને જાણ કરવામાં આવતા તેમણે સીમા ને સારવાર માટે બીજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવતા તેને કપાળમાં ચાર ટાંકા આવ્યા હતા. પોલીસ દ્વારા સીમાની પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, ચાર વર્ષ અગાઉ તે રોકી ના પરિચયમાં આવી હતી અને બંને વચ્ચે સોશિયલ મીડિયાથી મેસેજથી વાતચીત થતી હતી. તેમ છતાં તેને રોકી સાથે મિત્રતા રાખવી નહોતી માટે તેને એક મહિનાથી રોકીને રિસ્પોન્સ આપવાનું બંધ કરી દીધું હતું તેના લીધે તેના પર હુમલો કર્યો હતો. આ મામલામાં પોલીસ દ્વારા સીમાની ફરિયાદના આધારે રોકી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.