VadodaraGujarat

વડોદરા પાસે સ્કોર્પિયો કારનું ટાયર નીકળી જતા કારે પલટી મારી, એકનું કરૂણ મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત વડોદરાના ડભોઇ તાલુકાના ધરમપુરી ગામથી સામે આવ્યો છે.

વડોદરા ના ડભોઇ તાલુકાના ધરમપુરી ગામ નજીક સ્કોર્પિયો કાર નું આગળના ટાયર નું વ્હીલ નીકળી જવાના લીધે એક,અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે કે, ડ્રાઈવર દ્વારા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ લીધી હતી. તેના લીધે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ચાર લોકોને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ગંભીર ઇજાગ્રસ્તોને  વડોદરા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્કોર્પિયો કાર સવાર પરિવાર માતાજીના દર્શન કરી ઘરે પરત આવી રહ્યા હતા તે સમયે કારનો અકસ્માત સર્જાયો હતો.

પોલીસ જાણકારી મુજબ,  નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જડિયા વાળી કેવડિયા કોલોની ગામમાં રહેનાર પ્રતિકભાઇ ભુપતભાઈ તડવી, નરેશ ભાઈ છોટાભાઈ તેમજ પ્રવીણભાઈ છોટુભાઈ તડવી વગેરે અનગઢ ગામના મેલડી માતાના દર્શન કરવા માટે નીકળ્યા હતા. પરિવાર દર્શન કરી તિલકવાડા પરત આવી રહ્યો હતો. તે ડભોઇ તાલુકાના ધરમપુરી ગામ નજીક સ્કોર્પિયો ગાડી નો આગળનું વ્હિલ નીકળી જવાના લીધે ડ્રાઇવર દ્વારા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ગાડી રોડની બાજુમાં આવેલા વરસાદી કાસમા બે વખત પલટી ખાઈ લીધી હતી.

ઘટનાને લીધે કારમાં સવાર પ્રવિણભાઇ છોટુભાઈ નું ઘટના સ્થળ પર  કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે તેમને ડભોઇ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવાયા હતા. ત્યાર બાદ વડોદરા સયાજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ઘટના સર્જાતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તેમના દ્વારા કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેની સાથે ઘટનાની જાણકારી મળતા ડભોઇ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. આ મામલામાં પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરી હતી.