સુરત દુષ્કર્મ કેસ જેલમાં બંધ આરોપી નારાયણ સાંઈને લઈને સામે આવ્યા મોટા અપડેટ
દુષ્કર્મ કેસમાં સુરત જેલમાં બંધ નારણસાંઈની પિતા આસારામને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે નારણસાંઈની પિતા આસારામને મળવા માટેની હંગામી જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. નાદુરસ્ત તબિયત નું કારણ દર્શાવી તેમજ ઉંમરલાયક પિતાના પોતે એક માત્ર પુત્ર સંતાન હોવાની વાત આગળ ધરીને હંગામી જામીન માંગતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં પુરાવાનો અભાવ અને અમુક ત્રુટિને કારણે આ અરજી રદ કરી દેવામાં આવી હતી. હાઇકોર્ટ દ્વારા આજે આ અરજી ફગાવી દેવાઈ આવી હતી. તેના લીધે અરજી પરત ખેંચી લેવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, આસારામના પુત્ર નારાયણ સાઈ સામે સુરતની એક મહિલા દ્વારા વર્ષ 2013 માં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. નારાયણ સાઈ સામે સુરતની સેશન્સ કોર્ટમાં વર્ષ 2014 માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેનો ચુકાદો વર્ષ 2019 માં આવ્યો હતો. કોર્ટ દ્વારા નારાયણ સાઈને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. તેણે હાઇકોર્ટમાં પડકારી અને કેસ પેન્ડિંગમાં રહેલ છે.
એવામાં નારાયણ સાઈ દ્વારા પોતાના પિતા આસારામની તબિયત ખરાબ હોવાથી અને તેમને જોધપુરની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરેલા હોવાથી 20 દિવસના હંગામી જામીન હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા આ મામલામાં કહેવામાં આવ્યું હતું કે, આશારામને હવે સારવારમાંથી ડિસ્ચાર્જ કરી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. કોર્ટના કડક વલણ બાદ નારાયણ સાંઈ દ્વારા જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી હતી.