સુરતની આ સુંદર મોડલ સાથે એવુ તો શુ થયું કે આપઘાત કરી લીધો, ACP એ કર્યો મોટો ખુલાસો…
સુરતની 23 વર્ષીય મોડલ તાનિયાના આપઘાત કેસમાં સતત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેની સાથે આઈપીએલની હૈદરાબાદ ટીમના ખેલાડી અભિષેક શર્માનું નામ આ મામલામાં સામે આવ્યું છે. એવામાં આ મામલામાં આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ વી. આર. મલ્હોત્રા દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે.
આ મામલામાં આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ મલ્હોત્રા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સમાં મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પ્રાથમિક તપાસમાં તાનિયા અને હૈદરાબાદના ઓલરાઉન્ડર અભિષેક શર્મા વચ્ચેની મિત્રતા જોવા મળી રહી છે. તાનિયા દ્વારા અભિષેક શર્માને વોટ્સએપ મેસેજ મોકલવામાં આવ્યો હતો તેમ છતાં અભિષેક દ્વારા તેનો કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. ત્યાર બાદ તાનિયાએ ઘેર આવીને પંખે લટકીને આપઘાત કરી લીધો હતો. તેમના દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે, અમને અત્યાર સુધી ખબર પડી છે કે, અભિષેક શર્માની મૃતક મોડેલ સાથે મિત્રતા રહેલી હતી. તપાસ દરમિયાન વધુ માહિતી સામે આવશે. પોલીસ દ્વારા હજી સુધી અભિષેક શર્માનો સંપર્ક કરવામાં આવ્યો નથી પરંતુ વધુ સ્પષ્ટતા માટે તેમને નોટિસ મોકલવાની તૈયારી કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, અભિષેક શર્માએ તાનિયાનો ફોન નંબર બ્લોક કરી દેવામાં આવ્યો હતો. જ્યારે સોશિયલ મિડિયા પર તેના સંદેશાનો જવાબ પણ આપતો નહોતો. મરતાં પહેલા તાનિયા દ્વારા અભિષેક શર્માને ફોન કરવામાં આવ્યા હતા અને વેસુ પોલીસ દ્વારા તેની કોલ ડિટેલ્સને આધારે આ વાત પકડી પાડવામાં આવી છે. તાનિયા અને અભિષેક ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં રહેલા હતા અને તેમની વચ્ચે ફોન અને વોટ્સએપ પર પણ વાતો થઈ હતી. પોલીસનું માનવું છે કે, અભિષેક સાથે ફોન પર વાત કર્યાં બાદ જ તાનિયા દ્વારા પંખે લટકી આપઘાત કરી લેવામાં આવ્યો હતો. તાનિયાના આપઘાતમાં ક્રિકેટરનું નામ સામે આવતાં પોલીસ દ્વારા અભિષેકને બોલાવીને પૂછપરછ શરુ કરવામાં આવી છે. તેની સાથે ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, તાનિયા ક્રિકેટર અભિષેકના પ્રેમમાં પાગલ હતી અને તેમાં નિષ્ફળતાં મળતા તેના દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું. હાલમાં અભિષેકની પૂછપરછ ચાલી રહી હોવાથી આશ્ચર્યચકિત જાણકારી સામે આવી છે.