GujaratMadhya GujaratSaurashtraSouth Gujarat

પીએમ મોદીએ ગુજરાતને આપી મોટી ભેટ, બેટ દ્વારકામાં સુદર્શન સેતનું કર્યુ લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 25 ફેબ્રુઆરીના રોજ બેટ દ્વારકા મંદિરે પુજા-દર્શન કર્યા છે. ત્યારબાદ પીએમ મોદીના હસ્તે સુદર્શન સેતુનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. પીએમ મોદી આજે સવારે જામનગર પહોચ્યા હતા અહીં તેમનું જામનગરવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતુ. જો કે પીએમ મોદીએ આ અંગે શનિવારે રાતે જ ટ્વિટ કરીને જાણ કરી હતી.

પીએમ મોદી દ્વારા આજે 25 ફેબ્રુઆરીના રોજ રવિવારે ગુજરાતના દ્વારકામાં બનાવેલ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં 4153 કરોડ મૂલ્યના 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ સિગ્નેચર બ્રિજને તૈયાર કરવામાં લગભગ 980 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ પુલ ઓખા મેઇનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે. 2.32 કિમીની લંબાઇ સાથે, તે ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ટેડ બ્રિજ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદી દ્વારકા અને રાજકોટમાં વિવિધ લોકાપર્ણ કાર્યો કરવાના છે. દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સુદર્શન સેતુનું (સિગ્નેચર બ્રિજ) લોકાર્પણ થવાથી, હવે દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે ભાવિકોને એક અનેરી સુવિધાનો લાભ મળી રહેશે. જેને આસ્થાનો સેતુ નામ આપવામાં આવ્યું છે.

 

 

પીએમ મોદીએ ગુજરાતને આપી મોટી ભેટ, બેટ દ્વારકામાં સુદર્શન સેતનું કર્યુ લોકાર્પણ