અનંત અંબાણીના લગ્ન પ્રસંગ પહેલા મુકેશ અંબાણીએ 51000 ગ્રામજનોને આપી મિજબાની, પોતાના હાથે પીરસ્યું ભોજન
Anant Ambani and Radhika wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાના સમારોહમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ જામનગરના ગ્રામજનોને ભોજન કરાવ્યું હતું. જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ નજીક ગામમાં અન્ન સેવા સાથે ઉજવણીનો પ્રારંભ થયો હતો. અંબાણી પરિવારે ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું.
સમારોહમાં મુકેશ અંબાણી, અનંત અંબાણી અને અંબાણી પરિવારના અન્ય સભ્યોએ ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું. રાધિકાના દાદી અને માતા-પિતા વિરેન અને શૈલા મર્ચન્ટે પણ ભોજન સેવામાં ભાગ લીધો હતો.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેરેમનીમાં શરૂ કરવામાં આવેલી ફૂડ સર્વિસ હેઠળ 51 હજાર ગ્રામવાસીઓને ભોજન આપવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમ થોડા દિવસો સુધી ચાલશે. વૈશ્વિક મીડિયા કંપની વોલ્ટ ડિઝની અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે બુધવારે ભારતમાં તેમની મીડિયા કામગીરીના મર્જરની જાહેરાત કરી હતી.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલશે. આ ત્રણ દિવસોમાં દેશ અને દુનિયાની જાણીતી હસ્તીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. લગ્ન પહેલાના આ કાર્યક્રમ પર સમગ્ર દેશની નજર છે. આ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ મર્જર સાથે 70,000 કરોડ રૂપિયાની મોટી મીડિયા કંપની અસ્તિત્વમાં આવશે. સોદો સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, પરિણામી કંપની ભારતીય મીડિયા અને મનોરંજન ક્ષેત્રની સૌથી મોટી કંપની હશે. તેની પાસે બહુવિધ ભાષાઓમાં 100 થી વધુ ચેનલો હશે, બે મુખ્ય OTT પ્લેટફોર્મ અને દેશભરમાં 75 કરોડ દર્શકો હશે. સંયુક્ત એન્ટિટીમાં રિલાયન્સ અને તેની સહાયક કંપનીઓનો હિસ્સો 63.16 ટકા રહેશે. બીજી તરફ, ડિઝની પાસે બાકીનો 36.84 ટકા હિસ્સો રહેશે. રિલાયન્સ તેના OTT બિઝનેસને વિસ્તારવા માટે સંયુક્ત સાહસમાં લગભગ રૂ. 11,500 કરોડનું રોકાણ કરવા પણ સંમત થઈ છે.