IndiaGujarat

મહિલા દિવસ પર પીએમ નરેન્દ્ર મોદીએ આપી ભેટ, LPG સિલિન્ડરના ભાવ 100 રુપિયા ઘટાડ્યા

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બહેનોને મોટી ભેટ આપવામાં આવી છે. તેમના દ્વારા X (ટ્વીટ) પર મોટી જાહેરાત કરવામાં આવી છે. એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજમાં પણ ઘટાડો થશે. આ પગલું પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ બનશે. તેના લીધે સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય સારું રહેવાનું છે.

 

નોધનીય છે કે, આ અગાઉ રક્ષાબંધનની તક પર સરકાર દ્વારા રાંધણ ગેસ સિલિન્ડર (14.2 કિગ્રા) ના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઓણમ અને રક્ષાબંધનના તહેવાર પર ભાવમાં ઘટાડો કરીને પીએમ નરેન્દ્ર મોડી દ્વારા બહેનોને મોટી ભેટ આપવામાં આવી છે. તેના લીધે દેશના 33 કરોડ ગ્રાહકોને આનો ફાયદો થવાનો છે. .

તમને જણાવી દઈએ કે, ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 9.5 કરોડથી વધુ કનેક્શન અપાયા છે. આ યોજના 1 મે 2016 ના રોજ ઉત્તર પ્રદેશના બલિયામાં શરૂઆત કરાઈ હતી. સરકાર દ્વારા આ યોજનાની સબસિડી પર નાણાકીય વર્ષ 2022-23 માં કુલ રૂ. 6,100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. યોજના હેઠળ મળતી સબસિડી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરાઈ છે.