GujaratAhmedabad

જસદણ ના બાખલવડ ગામ પાસે સર્જાયો ભયંકર અકસ્માત, કાર અને બાઈક ની ટક્કરમાં મામા અને બે ભાણેજ ના કરૂણ મૃત્યુ

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત જસદણ ના બાખલવડ ગામ થી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જસદણ ના બાખલવડ ગામ પાસે ગઈ કાલ રાત્રી ના સમયે કાર દ્વારા બાઈકને અડફેટે લેવામાં આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મામા અને બે માસુમ ભાણેજ ના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં મામા અને તેની ચાર વર્ષની ભાણેજનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આઠ વર્ષની ભાણેજને માથાના ભાગમાં ઇજા પહોંચતા તેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અંતે તેને પણ ટૂંકી સારવાર બાદ જીવ ચાલ્યો ગયો હતો.

તમને જણાવી દઈએ કે, અજયભાઈ સદાસિયાના નામના વ્યક્તિ પોતાની બે ભાણેજ કિંજલ રણછોડભાઈ ઓળકિયા અને માહી રણછોડભાઈ ઓળકિયાને પોતાની બાઈકમાં બેસાડીને બાખલવડ ગામ નજીકથી જઈ રહ્યા હતા. તે સમયે એક કાર દ્વારા બાઈકને અડફેટે લેવામાં આવતા મામા અને બે ભાણેજ ફંગોળાઈને રસ્તા  પર પટકાયા હતા. જેમાં અજયભાઈ અને માહીનું ઘટનાસ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બીજી ભાણેજ કિંજલ ને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. તેમ છતાં ટૂંકી સારવાર બાદ તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માતની જાણકારી મળતા, અજયભાઈના અને તેની બે ભાણેજના પરિવારજનો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનાસ્થળ પર બેના મોત જોતા જ ગમગીન વાતાવરણ છવાઈ ગયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત કિંજલ ને 108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. એવામાં કિંજલ દ્વારા અંતે આજે સવારના જીવ ગુમાવી દેવામાં આવ્યો હતો. તેના લીધે પરિવારજનોનો દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

ઘટનાની જાણકારી મળતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળ પર પહોંચી આવ્યો હતો. મૃતકો મૃતદેહોને પીએમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પીએમ બાદ ત્રણેયના મૃતદેહ નો પરિવારને સોંપવામાં આવશે. હાલમાં પોલીસ દ્વારા કાર ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.