પાટણના શંખેશ્વર હાઇવે પર બે વાહનો ધડાકાભેર અથડાતા લાગી આગ, બે જીવતા ભૂંજાયા
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત પાટણ જિલ્લાના શંખેશ્વરથી સામે આવ્યો છે.
પાટણ જિલ્લાના શંખેશ્વર પાસે આજે સવારના કોઈ કારણોસર માર્ગ પરથી પસાર થનાર બે ગાડીઓ સામસામે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં બંને ગાડીઓ માં આગ પ્રસરી જતા ગાડીમાં સવાર બે વ્યક્તિને બળીને ખાખ થઈ ગયા હતા. ઘટના સર્જાતા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવી આ મામલામાં તપાસ હાથ ધરી હતી.
અકસ્માતને લઈને જણાવી દઈએ કે, શુક્રવારના એટલે આજ સવારના શંખેશ્વર – પંચાસર- દસાડા માર્ગ પરથી પસાર થનાર વેગનઆર ગાડી અને પીક વાન વચ્ચે અગમ્ય કારણોસર અકસ્માત સર્જાયો હતો. તેના લીધે બન્ને વાહનોમાં આગ પસરી ગઈ હતી. તેના લીધે માર્ગ પરથી પસાર થનાર વાહનચાલકોમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો. જ્યારે અકસ્માત બાદ બંન્ને ગાડી માં લાગેલી આગ ના લીધે ગાડીમાં સવાર બે મુસાફરો આગની ઝપેટમાં આવી જતા તે બળીને ખાખ થઈ ગયા હતા. તેની સાથે સ્થાનિક લોકો દ્વારા આગને ઓલવવા નો પ્રયાસ કરાયો હતો. જ્યારે સ્થાનિક લોકો દ્વારા પોલીસ ની ટીમને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.