સુરતમાં આડાસંબંધની શંકાએ પતિએ કરી નાખી પત્નીની હત્યા, જાણો સમગ્ર મામલો…
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુના ઓ આચરતા રહે છે. જ્યારે આજે આવા જ સમાચાર સામે આવ્યા છે. સુરત જિલ્લામાં આડા સંબંધના વહેમમાં પતિ દ્વારા પત્નીની હત્યા કરી નાખવામાં આવી ઘટના સામે આવી છે. પત્નીને બૂટ અને મુક્કા મારીને મોતને ઘાટ ઉતારી નાખવાની ઘટના સામે આવી છે. આ મામલામાં કીમ પોલીસ દ્વારા હત્યારા પતિ ની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલ ભેગો કરી આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણકારી મુજબ, સુરતના ઓલપાડ તાલુકાના સ્યાદલા ગામમાં 14 તારીખના રોજ આ ઘટના ઘટી હતી. મૂળ મધ્ય પ્રદેશના ઇન્દોરના સયાદલા ગામના અને રાજ મંદિર સોસાયટીમાં રહેનાર રાજદીપ કમલ શર્મા દ્વારા પોતાની પત્ની હેમલતાના અન્ય વ્યક્તિ સાથેના આડા સંબંધ હોવાની શંકા રહેલી હતી. તેના લીધે હેમલતા ને ઢોર માર મારીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી દીધી હતી.
ત્યાર બાદમાં હોસ્પિટલમાં સામાન્ય સારવાર બાદ 18 તારીખ સુધી તેને ઘરમાં જ સુવડાવી રાખી હતી. તેમ છતાં પત્નીની તબિયત વધુ બગડતા પોતાની પત્નીને લઈ સુરત સિવિલમાં સારવાર માટે લઇ ગયો હતો. પરંતુ સિવિલના તબીબ દ્વારા તપાસ કરવામાં આવતા મહિલાને મૃત જાહેર કરી હતી. ત્યાર બાદ ઘટનાની જાણકારી સિવિલમાંથી કીમ પોલીસ ને કરવામાં આવતા પોલીસ નો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. આ મામલામાં કિમ પોલીસ દ્વારા પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી હત્યારા પતિની ધરપકડ કરવાની સાથે તેને જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો.