SaurashtraGujaratMorbi

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલને મળ્યા જામીન

મોરબી શહેરની મચ્છુ નદી પર નો ઝૂલતો પુલ ગત વર્ષે 30 ઓક્ટોબરના ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 40 બાળકો પણ સામેલ છે. એવામાં આ મામલામાં મોટા સમાચાર સામે આવ્યા છે. મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલ ને લઈને મોટી જાણકારી સામે આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા જયસુખ પટેલની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં જયસુખ પટેલને દેશની સર્વોચ્ચ અદાલતથી જામીન આપી દેવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે. છે. જાણકારી એક 1 વર્ષથી જેલમાં બંધ રહ્યા બાદ જયસુખ પટેલને આખરે જામીન મળ્યા છે.

તમને જણાવી દઈએ કે, મોરબી ઝુલતા પુલ હોનારતના આરોપી જયસુખ પટેલના જામીન મંજૂર થઈ ગયા છે. જાણકારી અનુસાર, મોરબીના ઝુલતા પુલ નો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપની પાસે થયો હતો. આ દરમિયાન ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં 130 થી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. મહત્વની વાત એ છે કે, મોરબી બ્રિજ હોનારત બાદ SIT ના રિપોર્ટમાં કંપની દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. ત્યાર બાદ જયસુખ પટેલ દ્વારા સરેન્ડર કર્યા બાદ જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા.

તેની સાથે આ અગાઉ હતભાગીઓ ના પરિવારજનો દ્વારા જયસુખના જામીન નો વિરોધ  પણ કરવામાં આવ્યો હતો. જ્યારે ગુજરાત સરકાર દ્વારા પણ હાઇકોર્ટમાં જયસુખ પટેલની જામીન નો વિરોધ કરવામાં આવ્યો હતો. તેની સાથે હોનારતનો ભોગ બનેલા પરિવારજનોના વકીલ દ્વારા પણ અગાઉ પોલીસ રક્ષણ માંગવામાં આવ્યું હતું. આ બધાની વચ્ચે સુપ્રીમ કોર્ટથી ઓરેવા કંપની ના માલિક જયસુખ પટેલ ને જામીન પ્રાપ્ત થઈ ગયા છે.