VadodaraGujarat

વડોદરામાં ભાજપનાં ઉમેદવાર રંજન ભટ્ટનો ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર

ગુજરાતમાં લોકસભાની ચુંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે ત્યારથી ગુજરાતના રાજકારણ ગરમાવો જોવા મળી રહ્યો છે. દરેક પાર્ટીમાં તેને લઈને હલચલ જોવા મળી રહી છે. એવામાં વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાના ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ ચૂંટણી લડવાના નથી. રંજન ભટ્ટ દ્વારા એક્સ પર પોસ્ટ કરીને ચૂંટણી ન લડવાની જાહેરાત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારથી તેમના વિરૂદ્ધ નારાજગી જોવા મળી રહી હતી. તેની સાથે પોસ્ટર વોર પણ શરુ કરવામાં આવ્યો હતો. એવામાં હવે રંજનબેન ભટ્ટ દ્વારા સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરીને અંગત કારણોસર લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરવામાં આવી છે.

નોંધનીય છે કે, આ અગાઉ ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યા દ્વારા રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવતા તેમના દ્વારા નારાજગી વ્યક્તિ કરવામાં આવી હતી. તે કારણોસર તેમને ભાજપ દ્વારા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા,

તેની સાથે રંજનબેન ભટ્ટની વાત કરીએ તો તેમના દ્વરા રાજકારણની શરૂઆત વડોદરા મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે કરવામાં આવી હતી. તે ભાજપના ઉમેદવારને હરાવીને પ્રથમ વખત કોર્પોરેટર બન્યા હતા. ત્યાર બાદ તે ભાજપમાં સામેલ થઈ ગયા હતા. તેના પછી તે શહેરના ડેપ્યુટી મેયર પણ બન્યા હતા. તેમ છતાં 2014 માં વડોદરાના સાંસદ ચૂંટાયા બાદ તે વડોદરા જિલ્લા શહેરના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. રંજનબેન ભટ્ટના પતિની વાત કરીએ તો ધનંજય ભટ્ટ LIC માં કામ કરે છે. રંજનબેન ભટ્ટ બે કાર્યકાળમાં લોકસભાની કેટલીક સમિતિમાં પણ રહ્યા હતા.