વડોદરાથી એક દયનીય ઘટના સામે આવી છે. વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં આવેલા તુલસીધામ ચાર રસ્તા પાસે અજાણ્યા ઈસમ દ્વારા ચોરીની આશંકા દ્વારા વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. જ્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. આ વીડિયોમાં બે યુવક વૃદ્ધને પાઇપથી ફટકા મારતા હોવાનું જોવા મળી રહ્યું છે. આ મામલામાં માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વૃદ્ધને પોલીસ સ્ટેશન લઈ જઈને આ મામલામાં વધુ કાર્યવાહી શરૂ કરી છે.
ઘટનાને લઈને વાત કરીએ તો આ વિડીયોમાં યુવકો દ્વારા વૃદ્ધને માર મારવામાં આવી રહ્યો હતો તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. વૃદ્ધ છોડી દેવા માટે વિનંતી કરી પરંતુ યુવકો દ્વારા તેમને માર મારવામાં આવી રહ્યો હતો. જ્યારે આ દરમિયાન ઉભેલા લોકો આ તમાશો જોઈ રહી રહ્યા હતા. સમગ્ર મામલામાં માંજલપુર પોલીસને જાણ કરવામાં આવતા તે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત વૃદ્ધને માંજલપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. જેમાં આ વૃદ્ધ માનસિક અસ્થિર હોવાની જાણકારી સામે આવી હતી.
તેની સાથે આ મામલામાં એક નાગરિક દ્વારા કરવામાં આવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું મારી કંપનીથી મારી કાર લઈને મારા ઘરે જઈ રહ્યો હતો. તે સમયે સાંજના સમયે તુલસીધામ ચાર રસ્તા પર સર્કલ આવેલું છે તેની આજુબાજુ લાઈટિંગ છે તેમજ ફુવારા માટે સબમર્સિબલ પં૫ લગાવવામાં આવેલ છે તે જગ્યા પર એક અજાણ્યા પુરુષ તેના વાયરો ખેંચતો હોવાના લીધે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. તેમાં તેમાંથી એક વ્યક્તિ પાઇપથી તે વૃદ્ધ ને મારી રહ્યો હતો અને ગંદી ગાળો બોલી રહ્યો હતો. હું પોલીસને જાણ કરી હતી અને પોલીસની ગાડી આવતા માર મારનાર ઇસમો ત્યાંથી નાસી ગયો હતો. હાલમાં માનસિક રૂપથી અસ્થિર વૃદ્ધને માંજલપુર પોલીસ સ્ટેશનમાં માં લઇ જવામાં આવ્યા છે. તેની સાથે માર મારનાર ઇસમો સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.