સુરતમાં બેંક મેનેજરે કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું એવું કે….
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત સમાચાર સામે આવતા રહે છે. જ્યારે આજે આવા જ સમાચાર સુરત શહેરથી સામે આવ્યા છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક બેંકના મેનેજર દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. 32 વર્ષીય અપરિણીત યુવક દ્વારા આપઘાત અગાઉ એક સુસાઇડ નોટ લખવામાં આવી હતી. જેમાં તેમના દ્વારા માફી માગવાની સાથે એક ભૂલ જે બધા ને નડી ગઈ હોવાનો ઉલ્લેખ કરીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. તેમ છતાં ભૂલ કઈ નહોતી તેનું તેમણે ઉલ્લેખ કર્યું નહોતું.
જાણકારી મુજબ, સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેનાર અને બેંકમાં મેનેજર તરીકે કામ કરનાર 32 વર્ષીય અપરિણિત બેંક મેનેજર રાકેશ નવાપરિયા દ્વારા આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. થોડા સમય પહેલા જ રાકેશના માતા-પિતાના પણ મૃત્યું નીપજ્યા હતાં. તેમ છતાં કોઈ ચોક્કસ કારણ સાથેની સુસાઈડ નોટ સામે આવી નથી. જેમાં તેમના ભાઈને ઉદ્દેશીને પોતાના માનસિક તણાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેની સાથે જ અલગ અલગ બેંકમાં રહેલા ઇન્શ્યોરન્સના કવરનો આંકડો પણ તેમના દ્વારા લખવામાં આવ્યો હતો.
તેની સાથે મૃતક રાકેશ દ્વારા સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું હતું કે, સોરી..સોરી..ભાઈ હું માનસિક રીતે એટલો કંટાળી ગયો હતો કે, મારે આ પગલું ભરવા માટે મજબૂર થવું પડ્યું છે. વંશી ને હું બોવ મીસ કરીશ. તેને રોજ રમાડવાની મજા મને આવતી હતી. બાનું અને ભાભીનું ધ્યાન રાખશે. મારી એક ભૂલ બધા ને નડી છે. તેના લીધે હું આ પગલું ભરી રહ્યો છું. બધાને મારા જય શ્રી કૃષ્ણ.